વિજય રૂપાણીના રાજીનામા પર કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ભાજપ પર તાક્યુ નિશાન, કહ્યું ‘પોતાના અસફળ મુખ્યપ્રધાનોને બદલવામાં વ્યસ્ત છે ભાજપ’

ભાજપે ગુજરાતમાં વિજય રૂપાણી (Vijay Rupani)ને મુખ્યમંત્રી પદ પરથી દૂર કર્યા છે. તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે (P Chidambaram) વિજય રૂપાણીના રાજીનામા પર ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાક્યુ છે.

વિજય રૂપાણીના રાજીનામા પર કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ભાજપ પર તાક્યુ નિશાન, કહ્યું પોતાના અસફળ મુખ્યપ્રધાનોને બદલવામાં વ્યસ્ત છે ભાજપ
P Chidambaram
| Edited By: | Updated on: Sep 13, 2021 | 11:42 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે (P Chidambaram) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ને અચાનક હટાવવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે.

 

તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી માત્ર તેના અસફળ મુખ્યમંત્રીઓને બદલવામાં વ્યસ્ત છે અને ભાજપ શાસિત રાજ્યોમાં આવા મુખ્યમંત્રીઓની યાદી લાંબી છે. વિજય રૂપાણી પાંચ વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા. તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

 

તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી દૂર કર્યા છે. તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વિજય રૂપાણી છેલ્લા છ મહિનામાં હટાવવામાં આવેલા ભાજપના ચોથા મુખ્યમંત્રી બન્યા છે.

 

જે બાદ પી.ચિદમ્બરમે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રૂપાણીને હટાવવા અને પ્રથમ વખતના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે બદલી પર કટાક્ષ કર્યો હતો. તેમણે સોમવારે ટ્વીટ કર્યું હતું કે “ભાજપ તેના નિષ્ફળ મુખ્યમંત્રીઓને દૂર કરવામાં વ્યસ્ત છે. છેવટે, ભાજપને ક્યારે ખ્યાલ આવ્યો કે મુખ્યમંત્રી યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી.

 

 

વિજય રૂપાણી છેલ્લા છ મહિનામાં દૂર કરાયેલા ભારતીય જનતા પાર્ટીના ચોથા મુખ્યમંત્રી બન્યા છે. આ અંગે ટ્વીટ કરીને પી ચિદમ્બરમે કહ્યું કે “સારું કામ ન કરવાને કારણે ભાજપે ઘણા રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે. તેમણે કહ્યું કે બીજા ઘણા રાજ્યો છે જ્યાં અસફળ મુખ્યમંત્રીઓ છે અને તેમને બદલવાની જરૂરિયાત છે.

 

 

સંબંધિત રાજ્યના લોકો જાણતા હતા કે બી.એસ. યેદિયુરપ્પા, બે રાવત અને રૂપાણી ઘણા મહિનાઓથી ખરાબ પ્રદર્શન કરી રહ્યા હતા, યાદી લાંબી છે જેમાં હરિયાણા, ગોવા, ત્રિપુરાનો સમાવેશ થાય છે.

 

 

ગુજરાતમાં રૂપાણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ બીએસ યેદિયુરપ્પાની જગ્યાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બસવરાજ એસ બોમ્માઈની નિમણૂક કરી હતી. ઉત્તરાખંડને ચાર મહિનાની અંદર ત્રણ અલગ અલગ મુખ્યમંત્રી મળ્યા, જ્યારે ભાજપે પુષ્કર સિંહ ધામીને લાવતા પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતને તીરથ સિંહ રાવતથી બદલી દીધા હતા.

 

 

આ પણ વાંચો :- સામાન્ય નાગરીકો માટે રાહતના સમાચાર! દાળ સહિત આ વસ્તુઓ થઈ સસ્તી, ઓગસ્ટમાં CPI 5.59 ટકાથી ઘટીને 5.3 ટકા પર પહોંચ્યો

 

આ પણ વાંચો :- Defense expo 2022: ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદમાં સંરક્ષણ મંત્રી આફ્રિકન દેશોના સંરક્ષણ મંત્રીઓની યજમાની કરશે