Bird Flu : કેન્દ્ર સરકારની અપીલ, રાજ્ય સરકારોએ અન્ય રાજ્યોના મરઘાં ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં

|

Jan 14, 2021 | 12:59 PM

દેશના 10 રાજ્યોમાં બર્ડ ફ્લૂના ચેપની પુષ્ટિ થઈ છે. દરમિયાન, મત્સ્યોદ્યોગ, પશુપાલન, ડેરી (એમએફએફડી) મંત્રાલયે તમામ રાજ્યોને મરઘાં અને મરઘાં ઉત્પાદનોની સપ્લાય પર પ્રતિબંધ ન લગાવવાની અપીલ કરી છે.

Bird Flu : કેન્દ્ર સરકારની અપીલ, રાજ્ય સરકારોએ અન્ય રાજ્યોના મરઘાં ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં

Follow us on

દેશના 10 રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ના ચેપની પુષ્ટિ થઈ છે. દરમિયાન, મત્સ્યોદ્યોગ, પશુપાલન, ડેરી (MFAHD) મંત્રાલયે તમામ રાજ્યોને મરઘાં (Poultry) અને મરઘાં ઉત્પાદનોની સપ્લાય પર પ્રતિબંધ ન લગાવવાની અપીલ કરી છે. મંત્રાલયે કહ્યું છે કે અન્ય રાજ્યોના ચિકનના સપ્લાય પર પ્રતિબંધ મૂકવાથી મરઘા ઉદ્યોગ પર ‘નકારાત્મક અસર’ પડશે.

મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર ઘણા રાજ્યો અન્ય રાજ્યોના મરઘાંના વ્યવસાય પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેનાથી મરઘા ઉદ્યોગ પર નકારાત્મક અસર વધશે. રાજ્યોને આવા નિર્ણય પર પુનર્વિચારણા કરવા વિનંતી કરવામાં આવી છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યોને આરોગ્ય અને વન વિભાગ સાથે સંકલન કરવા અને તેમને આ મુદ્દે સંવેદનશીલ બનાવવા જણાવાયું છે.

યુપીમાં મરઘાં ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ
બર્ડ ફ્લૂના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે 24 જાન્યુઆરી સુધી અન્ય રાજ્યોમાંથી જીવંત પક્ષીઓ અને મરઘાંના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશના અધિકારીઓને પૂછ્યું હતું કે રાજ્યમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (બર્ડ ફ્લૂ) ને રોકવા માટે શું પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રએ રાજ્યના અધિકારીઓને કહ્યું હતું કે પક્ષીઓની સતત તપાસ થવી જોઈએ. ઉત્તર પ્રદેશના પશુપાલન વિભાગના સચિવ અતુલ ચતુર્વેદીને પણ રાજ્યમાં અત્યાર સુધી લેવામાં આવેલા પગલા અંગે સવાલ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

‘વાયરસની શોધ માટે સતત પરીક્ષણ’

રાજ્યના પશુપાલન વિભાગના મુખ્ય સચિવ ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે “અમે કેન્દ્ર સરકારને અત્યાર સુધીની કાર્યવાહી અંગે માહિતી આપી છે. જેમાં 24 જાન્યુઆરી સુધી અન્ય રાજ્યોથી આવતા જીવંત પક્ષીઓ અને મરઘાં પર પ્રતિબંધ શામેલ છે. ” તેમણે જણાવ્યું હતું કે, સ્પેરોના નમૂનાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને વાયરસને રોકવા માટે સતત પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે.

‘75% પોલ્ટ્રી વેચાણ પર અસરગ્રસ્ત’

બર્ડ ફ્લૂ અંગે ફેલાયેલી ભ્રામક માહિતીને લીધે મરઘાંના વ્યવસાયમાં 75 ટકાનો ઘટાડો થયો છે. બર્ડ ફ્લૂમાં મરઘીઓના મોતથી આ નુકસાન થતું નથી. બર્ડ ફ્લૂમાં મરતા મરઘીઓની સંખ્યા ખૂબ ઓછી છે. જેમણે ડરથી ખોરાક છોડી દીધો છે. આનાથી મરઘાંના વેચાણના 75 ટકા પ્રભાવિત થયા છે. 25 ટકા સેલ બાકી છે. આ કહેવું છે મધ્યપ્રદેશના ખાંડવાના પોલ્ટ્રી ઉદ્યોગપતિનું, જેમના ફોર્મની ચિકનને અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે.

Published On - 12:58 pm, Thu, 14 January 21

Next Article