પેટ્રોલથી 27 રૂપિયા સસ્તુ છે આ શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ, કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી એન્જીનિયરે કર્યું તૈયાર

|

Nov 26, 2021 | 5:10 PM

હાલમાં માત્ર એક પેટ્રોલ પંપ પરથી આ બાયોફ્યુઅલ દરરોજ 2000થી 2500 કિલો લીટર સુધી વેચાઈ રહ્યું છે. ટાટા મોટર્સ અને દાલમા ભારત સિમેન્ટ જેવી કંપનીઓએ પણ આ તેલ ખરીદ્યું છે.

પેટ્રોલથી 27 રૂપિયા સસ્તુ છે આ શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ, કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી એન્જીનિયરે કર્યું તૈયાર
Biofuel (Symbolic Image)

Follow us on

જો તમારા શહેરમાં પેટ્રોલ (Petrol)થી ઈંધણ 27 રૂપિયા સસ્તું થવા લાગે છે તો તમે તેનો જ ઉપયોગ કરશો. તેનાથી ફક્ત બચત નહીં, પરંતુ તે પર્યાવરણને અનુકૂળ પણ છે. પરંતુ અત્યારે આ ખાસ ઈંધણ દેશના માત્ર એક શહેરમાં વેચાઈ રહ્યું છે અને ત્યાં માત્ર એક જ પેટ્રોલ પંપ છે. આ ખાસ ઈંધણ એક ઈજનેર દ્વારા કૃષિ વૈજ્ઞાનિક (Agricultural Scientist)ની મદદથી શેવાળમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. તે એક પ્રકારનું બાયોફ્યુઅલ (Biofuel) છે, જે પરંપરાગત ઈંધણ કરતાં સસ્તું અને પર્યાવરણને અનુકૂળ (Environmentally friendly) છે.

 

2020માં એન્જિનિયર વિશાલ પ્રસાદ ગુપ્તાએ આ બાયોફ્યુઅલ વેચવા માટે પેટ્રોલ પંપ ખોલવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય પાસેથી સંમતિ મળી હતી. શેવાળમાંથી બનાવેલ બાયોફ્યુઅલ ઝારખંડના રાંચીમાં મોર માઈલેજના નામથી વેચાય છે. ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલ એન્જિનવાળા વાહનોમાં પણ થઈ શકે છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

 

આ ઈંધણનો ઉપયોગ ડીઝલ એન્જિનના વાહનોમાં પણ થઈ શકે છે

એક રિપોર્ટ અનુસાર આ બાયોફ્યુઅલનો ઉપયોગ EM590 ડીઝલ એન્જિનવાળા તમામ વાહનોમાં થઈ શકે છે. તેની કિંમત 78 રૂપિયા છે. રાંચીમાં પરંપરાગત ડીઝલની કિંમત હાલમાં 92 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, પેટ્રોલ વાહનોમાં ઉપયોગમાં લેવાતા બાયોઈથેનોલ આ પંપ પર 72 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે રાંચીમાં પેટ્રોલની કિંમત 99 રૂપિયા છે. વિશાલ ગુપ્તા કહે છે કે તે માત્ર સસ્તું નથી પણ પર્યાવરણના હિતમાં પણ છે.

 

બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મેસરામાં ભણેલા વિશાલ ગુપ્તાએ લાંબા સમયથી તેલ અને ગેસ કંપનીઓમાં કામ કર્યું છે. 2018માં તેણે થર્ડ જનરેશનના ઈંધણ પર સંશોધન શરૂ કર્યું. આ સમય દરમિયાન તેમણે રાંચીની બિરસા કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કુમાર ભૂપતિ વિશે જાણ્યું, જેઓ શેવાળ સંબંધિત ઘણા પ્રકારના સંશોધન કરી રહ્યા હતા. પછી ગુપ્તા અને પ્રોફેસર ભૂપતિએ ભેગા મળીને આ કામ કરવાનું શરૂ કર્યું અને સફળ પણ થયા.

 

રાંચીના તમામ ડેમમાં શેવાળની ​​ખેતી કરવાની યોજના

ગુપ્તા, જેઓ પરિવારના તેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા અને પોતે લાંબા સમય સુધી આ ઉદ્યોગમાં કામ કરતા હતા, તેમને મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવામાં માત્ર બે મહિનાનો સમય લાગ્યો હતો અને રાંચીમાં તેમનો પેટ્રોલ પંપ ખોલવામાં આવ્યો હતો. ગુપ્તા હાલમાં દરરોજ 2000થી 2500 કિલો લીટર તેલનું વેચાણ કરે છે. તેણે ટાટા મોટર્સ અને દાલમા ભારત સિમેન્ટને પણ કોમર્શિયલ વેચાણ કર્યું છે.

 

હવે વિશાલ ગુપ્તા રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરાર (MOU) કરવા માટે અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. બાયોફ્યુઅલની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને તેઓ મોટાપાયે તેનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહ્યા છે. જો સમજૂતી થઈ જશે તો રાંચીના તમામ મોટા ડેમનો ઉપયોગ બાયોફ્યુઅલ ઉત્પાદન માટે શેવાળની ​​ખેતી માટે કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો: જંતુનાશક દવાના પેકીંગ પર દર્શાવામાં આવતા ચિત્ર અને રંગના આધારે જાણો કે તે દવા કેટલી ઝેરી તેમજ જોખમકારક છે

 

આ પણ વાંચો: Cricket: રાજસ્થાન રોયલ્સના આ લેગ સ્પિનરે બે કંપનીઓનુ સંચાલન કરતી CEO સાથે કર્યા લગ્ન, તસ્વીરો કરી શેર, જુઓ

Next Article