આજથી શરૂ થઈ રહેલા સંસદ (Parliament)ના શિયાળુ (Parliament Winter Session) સત્ર શરૂ થતાની સાથે જ માહોલ ગરમાયું હતુ. સત્રના પહેલા જ દિવસે લોકસભા (Loksabha)માં કૃષિ કાયદા (Farm Laws)ને પાછું ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં ત્રણ વર્તમાન કાયદાઓ પાછા ખેંચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને પસાર કરવામાં આવ્યો હતો. ગૃહ શરૂ થતાં જ વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો.
રાજ્યસભામાં કૃષિ કાયદાને પાછું ખેંચવા માટેનું બિલ પસાર થયું
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટેનું બિલ રજૂ કર્યું હતું, જેને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ આ બિલનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે 1 વર્ષ અને ત્રણ મહિના પછી આ બિલ પાછું ખેંચી લેવાનું સરકારના ધ્યાન પર આવ્યું. લોકસભામાં પસાર થયા બાદ હવે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. દરમિયાન વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો.
સરકારના મનમાં કંઈક બીજું છે – અધીર રંજન ચૌધરી
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકાર અમને ગૃહની કાર્યવાહી ન કરવા દેવા માટે દોષી ઠેરવે છે, પરંતુ કૃષિ કાયદા બિલ 2021 રજૂ કરવામાં આવ્યું હતું અને ચર્ચા કર્યા વિના પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષે આ અંગે ચર્ચાની માંગ કરી હતી. સરકારે ભલે કૃષિ કાયદાઓ રદ કર્યા હોય, પણ તેના ‘મન કી બાત’ કંઈક અલગ જ છે.
રાહુલ ગાંધીએ કહ્યું- ‘ચર્ચાથી ડરે છે સરકાર’
લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદા પરત બિલ વિના ચર્ચાએ પાસ થઈ ગયું. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ચર્ચાથી ડરે છે. તેઓએ કહ્યું અમે જાણતા હતા કે ત્રણેય કાયદા પરત લેવા પડશે અને અમને એ પણ જાણ હતી કે 3-4 બિઝનેસમેન ભારતના ખેડૂતોથી વધુ તાકાતવર નથી. તેઓએ કહ્યું કે આ ખેડૂતોની જીત છે, પરંતુ જે પ્રકારે વિના ચર્ચાએ આ બધુ થયું છે તે દર્શાવે છે કે, સરકાર ચર્ચાથી ડરે છે.
લોકસભામાં કૃષિ કાયદાને પરત ખેંચવાનું બિલ પાસ
સંસદના શિયાળુ સત્રમાં આજે વિપક્ષના હોબાળા વચ્ચે, કૃષિ કાયદાને રદ્દ કરવા માટે લાવવામાં આવેલ બિલને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં રજૂ કર્યું હતું, ત્યારબાદ તેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું.
લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
શિયાળુ સત્રમાં વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ કાયદાને પાછું ખેંચવા માટે લાવવામાં આવેલ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. બિલ પસાર થયા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
કૃષિ કાયદાઓ પર વિપક્ષનો વિરોધ
લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં કોંગ્રેસ અને ટીએમસીએ 3 કૃષિ કાયદાને રદ્દ કરવાના બિલ પર ચર્ચાની માંગ કરી છે. તે જ સમયે, કેન્દ્ર સરકાર આ બિલ પર ચર્ચા કરવાને બદલે તેને સીધું રજૂ કરીને વોઇસ વોટથી પસાર કરાવવા માગતું હતું. ત્યારે બસપા અને બીજેડીના નેતાઓએ એમ પણ કહ્યું કે ચર્ચા કરવાને બદલે તેને જલ્દીથી પસાર કરાવવું યોગ્ય રહેશે.
જનતા પ્રથમ દિવસ જોઈ રહી છે: વિપક્ષના હોબાળા પર લોકસભા સ્પીકરે કહ્યું
લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભામાં ખેડૂતોના મુદ્દા પર વિપક્ષના હોબાળા પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે પહેલો દિવસ જનતા જોઈ રહી છે. તે જ સમયે, રાજ્યસભાની કાર્યવાહી પણ 12.20 સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: યુદ્ધ તો જીત્યું પરંતુ દેશ ચલાવામાં છૂટી રહ્યો છે પરસેવો, તાલિબાને યુરોપિયન યૂનિયન પાસે ઝોળી ફેલાવી
આ પણ વાંચો: આકાશનો રંગ દિવસભર વાદળી અને સાંજના સમયે કેમ નારંગી દેખાય છે ? જાણો તેના પાછળનું રસપ્રદ કારણ
Published On - 2:10 pm, Mon, 29 November 21