બિલકિસ બાનુ કેસ : દોષિતોને છોડાતા અરજદારોએ ‘સુપ્રીમ’ના દરવાજા ખટખટાવ્યા, આજે કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

ગુજરાત સરકારે (Gujarat govt) બિલકિસ બાનુ કેસના આરોપીઓને જેલ મુક્ત કર્યા છે.સરકારના આ નિર્ણયના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે.

બિલકિસ બાનુ કેસ : દોષિતોને છોડાતા અરજદારોએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા, આજે કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
Bilkis Bani case
| Edited By: | Updated on: Aug 25, 2022 | 11:24 AM

બિલકિસ બાનુ કેસના (Bilkis Bano case) દોષિતોને છોડવાનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. દોષિતોને વહેલા છોડાતા અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરી છે. આ કેસમાં આજે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકારે (Gujarat govt) બિલકિસ બાનુ કેસના આરોપીઓને જેલ મુક્ત કર્યા છે. સરકારના આ નિર્ણયના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની (Justice vikram nath)  બેન્ચ આજે સુનાવણી કરશે.

ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માગ

સામાજિક કાર્યકર્તા સુભાશિની અલી, રોકપી વર્મા અને પત્રકાર રેવતી લાલે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે બિલકિસ બાનુ કેસના 11 આરોપી એવા 11 કેદીઓને મુક્ત કર્યા છે. આ 11 કેદીઓને આજીવન કેદની સજા સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે (CBI Special Court)  કરી હતી.દાહોદના રણધીકપુર ગામે ગેંગરેપ, હત્યા અને રાયોટિંગના ગુનામાં સજા થઈ હતી.

11 દોષિતોની સજા માફ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે,2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ બાનુ (Bilkis Bano) ઉપર સામૂહિક બળાત્કાર કરાયો હતો. તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. 11 લોકો સામે, સામૂહિક બળાત્કાર અને 7 લોકોની હત્યાના આરોપો ઘડવામાં આવ્યા હતા. તમામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હવે એ જ 11 દોષિતોની સજા માફ કરવામાં આવી છે. જેમને આજીવન કેદની સજા થઈ હતી. આ આરોપીઓને આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર મુક્ત કરવામાં આવ્યા હતા.કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Central home ministry) તરફથી મળેલા પત્ર બાદ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હતો. 10 જૂને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આઝાદીના અમૃત પર્વ દરમિયાન કેટલાક કેદીઓને તેમની સજા માફ કરીને મુક્ત કરવામાં આવશે. આ રિલીઝ ત્રણ તબક્કામાં થશે. 15 ઓગસ્ટનો દિવસ પ્રથમ તબક્કાનો ભાગ હતો, જ્યારે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.

Published On - 11:23 am, Thu, 25 August 22