Bihar: નીતિશ કુમારના મનમાં શું છે? શું બિહારમાં પણ થશે બગાવત!

|

Jul 04, 2023 | 3:10 PM

નીતિશ કુમાર તેમના સાંસદો જ નહીં પરંતુ પાર્ટીના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. જેડીયુ હાલમાં આરજેડી અને કોંગ્રેસ સાથે બિહારમાં સત્તામાં છે. જેડીયુ પાસે બિહારમાં 45 ધારાસભ્યો છે. થોડા દિવસ પહેલા નીતિશ કુમાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પણ મળી ચૂક્યા છે.

Bihar: નીતિશ કુમારના મનમાં શું છે? શું બિહારમાં પણ થશે બગાવત!
Nitish Kumar

Follow us on

Bihar: મહારાષ્ટ્રમાં થયેલી રાજકીય ઘટનાઓએ દેશના ઘણા રાજ્યોમાં હલચલ મચાવી છે. બિહારના CM નીતિશ કુમાર (Nitish Kumar) છેલ્લા કેટલાક દિવસોથી પટનામાં પોતાની પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે મુલાકાત કરી રહ્યા છે અને પાર્ટીમાં ચાલી રહેલા બળવાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. NCPના નેતા અજિત પવાર (Ajit Pawar) અને અન્ય 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારનો હિસ્સો બની ગયા છે. આ ઘટનાક્રમ બાદથી નીતિશ કુમારની તેમના નેતાઓ સાથેની મુલાકાત મહત્વપૂર્ણ લાગે છે. મહારાષ્ટ્રમાં થયેલી આ રાજકીય ઘટના લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

નીતિશ કુમારે સાંસદો અને ધારાસભ્યો સાથે કરી મુલાકાત

નીતિશ કુમારે 2 જુલાઈના રોજ પટનામાં તેમના નિવાસસ્થાને પાર્ટીના સાંસદોને મળવાનું શરૂ કર્યું. તે જ દિવસે મુંબઈમાં અજિત પવારે શરદ પવારનો પક્ષ NCP છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા. નીતિશ કુમારે બેઠકના આ રાઉન્ડ દરમિયાન લોકસભા સાંસદ ચંડેશ્વર પ્રસાદ ચંદ્રવંશી, દુર્લ ચંદ્ર ગોસ્વામી, સુનીલ કુમાર કુશવાહ અને રાજ્યસભા સાંસદ અનિલ હેગડે સાથે મુલાકાત કરી હતી. JDUના લોકસભામાં 16 સાંસદો અને રાજ્યસભામાં 5 સાંસદો છે.

નીતિશ કુમાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પણ મળી ચૂક્યા છે

નીતિશ કુમાર તેમના સાંસદો જ નહીં પરંતુ પાર્ટીના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. જેડીયુ હાલમાં આરજેડી અને કોંગ્રેસ સાથે બિહારમાં સત્તામાં છે. જેડીયુ પાસે બિહારમાં 45 ધારાસભ્યો છે. વાત માત્ર ધારાસભ્યો અને સાંસદોને મળવા પૂરતી જ નથી, પરંતુ થોડા દિવસ પહેલા નીતિશ કુમાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પણ મળી ચૂક્યા છે, તેથી જ બિહારમાં રાજકીય અટકળોનું બજાર ગરમ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : PM Modi 4 State Visit: PM મોદી 2 દિવસમાં 4 રાજ્યની લેશે મુલાકાત, ગોરખપુરમાં વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી

બિહારમાં અલગ-અલગ બાબતોનો આ તબક્કો ત્યારે પણ આગળ વધ્યો જ્યારે વિપક્ષી દળોએ અનેક દાવા કર્યા હતા. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે નીતિશ કુમાર પાર્ટીને બચાવવા માટે છેલ્લા પ્રયત્નો કરી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય નેતાઓએ દાવો કર્યો કે જેડીયુના કેટલાક ધારાસભ્યો અને સાંસદો ભાજપના સંપર્કમાં છે અને આરજેડી સાથે ગઠબંધન તોડવા માટે તૈયાર છે. જેડીયુએ આ તમામ દાવાઓને માત્ર અટકળો ગણાવી છે.

ભાજપે અટકળો પર શું કહ્યું?

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નીતિશ કુમાર ફરી એકવાર બિહારમાં વાપસી કરી શકે છે અને NDA નો ભાગ બની શકે છે. બીજી તરફ ભાજપના સાંસદ સુશીલ મોદીનું કહેવું છે કે અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે હવે નીતિશ કુમારને કોઈપણ ભોગે એનડીએમાં સામેલ કરવામાં નહીં આવે. નીતિશ કુમાર માટે ભાજપના દરવાજા બંધ રહેશે અને તેમને ક્યારેય નહીં સ્વીકારીશું.

બિહારમાં આ સમગ્ર ઘટનાક્રમ 23 જૂનના રોજ વિપક્ષના મહાગઠબંધન બેઠક થયા બાદ શરૂ થયો હતો. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની આગેવાનીમાં વિપક્ષના લગભગ 35 નેતાઓની બેઠક મળી હતી. નીતીશ કુમાર જ વિપક્ષના આ મહાસંમેલનના ચહેરા તરીકે સામે આવ્યા છે અને તેમણે પ્રથમ બેઠકનું સંચાલન પણ કર્યું હતું.

રિપોર્ટ: ગુલામ જિલાની

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article