Bihar: ઝેરી દારૂના કારણે 39 લોકોના મોત બાદ નીતિશ કુમારનું નિવેદન, કહ્યું- જે દારૂ પીશે તે મરશે

નીતિશ કુમારે (Nitish Kumar) નિવેદન આપતા કહ્યું કે, શરૂઆતથી જ ઝેરી દારૂથી લોકોના મોત થાય છે, અન્ય રાજ્યોમાં પણ ઝેરી દારૂથી લોકો મૃત્યુ પામે છે. આવા લોકોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે બિહારમાં દારૂ પર પ્રતિબંધ છે તો અહીં ખરાબ દારૂ જ મળશે.

Bihar: ઝેરી દારૂના કારણે 39 લોકોના મોત બાદ નીતિશ કુમારનું નિવેદન,  કહ્યું- જે દારૂ પીશે તે મરશે
Nitish Kumar
| Edited By: | Updated on: Dec 15, 2022 | 1:53 PM

બિહારના છપરામાં ઝેરી દારૂ પીવાના કારણે અંદાજે 39 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે નિવેદન આપતા કહ્યું કે, શરૂઆતથી જ ઝેરી દારૂથી લોકોના મોત થાય છે, અન્ય રાજ્યોમાં પણ ઝેરી દારૂથી લોકો મૃત્યુ પામે છે. આવા લોકોએ સાવધાન રહેવું જોઈએ કારણ કે બિહારમાં દારૂ પર પ્રતિબંધ છે તો અહીં ખરાબ દારૂ જ મળશે. તેમ છતા પણ જે આવો દારૂ પીશે તો તે મૃત્યુ પામશે. નીતિશ કુમારે કહ્યુ કે, આ અંગે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે. છપરામાં ઝેરી દારૂના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને મૃત્યુઆંક 39 પર પહોંચી ગયો છે. છપરાની સદર હોસ્પિટલમાં 6 લોકો અને 20 થી વધુ લોકો અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ તેઓની હાલત ગંભીર છે.

 

 

નીતીશ કુમારે વિધાનસભામાં આક્રમક જોવા મળ્યા

નીતિશ કુમારે બુધવારે બિહાર વિધાનસભામાં છપરા ઝેરી દારૂ કાંડને લઈને ભાજપના ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા હતા. નશાબંધી પર પ્રશ્નો ઉઠાવ્યા બાદ નીતીશ કુમારે વિધાનસભામાં આક્રમક જોવા મળ્યા હતા. છપરામાં મૃત્યુ બાદ ભાજપના ધારાસભ્યોએ તેમની સરકારને ઘેરી ત્યારે નીતિશ કુમાર નારાજ થયા હતા. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, પહેલા તમે દારૂબંધીના પક્ષમાં હતા, તો હવે શું થયું. તેમણે કહ્યું કે જે દારૂબંધી વાળા બિહારમાં જે દારૂ પીશે તે મરશે.

મહિલાઓ દારૂબંધીથી સૌથી વધુ ખુશ છે: નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે બિહારને દારૂબંધીથી ઘણો ફાયદો થયો. મહિલાઓ પ્રતિબંધથી સૌથી વધુ ખુશ છે. આ સાથે બિહારમાં દારૂબંધીના કારણે લોકો ફળ અને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. તેમનો વપરાશ વધ્યો છે. સીએમ નીતિશ કુમારે કહ્યું કે પહેલા મહિલાઓની ફરિયાદ હતી કે તેમના પતિ દારૂ પીને હંગામો મચાવતા હતા અને મારપીટ કરતા હતા. પરંતુ પ્રતિબંધ બાદ તેઓ બદલાઈ ગયા છે. ઘરમાં શાંતિ રહે છે. બાળકો હવે શાળામાં અભ્યાસ કરે છે.

બિહારમાં અગાઉ પણ દારૂબંધી હતી: નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે અમે લોકોના કહેવા પર દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. બિહારમાં અગાઉ પણ દારૂબંધી હતી પરંતુ પછી તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. આ સાથે નીતીશ કુમારે કહ્યું કે તેઓ વારંવાર અધિકારીઓને દારૂના ધંધામાં સંડોવાયેલા મોટા વેપારીઓની ધરપકડ કરવાની સૂચના આપી રહ્યા છે. બાકીના નાના લોકોને દારૂના ધંધા સિવાય અન્ય સારો વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને આર્થિક મદદ પણ કરી રહ્યા છે.

Published On - 1:53 pm, Thu, 15 December 22