Bihar: 84 વર્ષના આ વૃદ્ધે એક વર્ષમાં કોરોનાની રસીના 11 ડોઝ લીધા ! જાણો ત્યારબાદ પોલીસે શું કર્યું ?

|

Jan 09, 2022 | 7:12 PM

રસીના 11 ડોઝ લેવા પર, 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલે કહ્યું કે જ્યારથી તેમણે રસી લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેઓ ક્યારેય બીમાર પડ્યા નથી અને વારંવાર રસીકરણ પછી તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે.

Bihar: 84 વર્ષના આ વૃદ્ધે એક વર્ષમાં કોરોનાની રસીના 11 ડોઝ લીધા ! જાણો ત્યારબાદ પોલીસે શું કર્યું ?
Brahamdev Mandal Take 11 Doses Of Corona Vaccine

Follow us on

બિહાર પોલીસે (Bihar Police) મધેપુરા જિલ્લાના પુરૈની વિસ્તારના રહેવાસી 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેમણે કોવિડ-19 રસીના 11 ડોઝ (Corona Vaccine Dose) લેવાનો દાવો કર્યો હતો. પુરૈનીના સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું, પ્રાઈમરી હેલ્થ કેર (PHC) પુરૈનીએ બ્રહ્મદેવ મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને હાલ તપાસ ચાલુ છે.

મધેપુરા જિલ્લાના ઉદકીશુગંજ સબ-ડિવિઝન હેઠળના પુરૈની પોલીસ સ્ટેશનના ઓરાઈ ગામના રહેવાસી 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં કોરોના રસીના 11 ડોઝ લીધા છે. બ્રહ્મદેવ મંડળનો એવો પણ દાવો છે કે તેમને રસીથી ઘણો ફાયદો થયો છે, જેના કારણે તેમણે અત્યાર સુધીમાં રસીના 11 ડોઝ લીધા છે. પોલીસને આ અંગેની માહિતી મળતાં બ્રહ્મદેવ મંડળ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પુરૈનીના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) પુરૈનીએ બ્રહ્મદેવ મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેની તપાસ ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

એક વર્ષમાં રસીના 11 ડોઝ લીધા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બ્રહ્મદેવ મંડળ સામેની ફરિયાદમાં આરોપ છે કે મંડળે વિવિધ તારીખો અને સ્થળોએ અલગ અલગ ઓળખ કાર્ડના આધારે આરોગ્ય કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા હતા. રસીકરણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને 1 વર્ષમાં રસીના 11 ડોઝ લીધા હતા. આ તેમના દ્વારા 13 ફેબ્રુઆરી, 2021 અને 4 જાન્યુઆરી, 2022 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલના રેકોર્ડની ચકાસણી કર્યા બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે

રસીના 11 ડોઝ લેવા પર, 84 વર્ષીય બ્રહ્મદેવ મંડલે કહ્યું કે જ્યારથી તેમણે રસી લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેઓ ક્યારેય બીમાર પડ્યા નથી અને વારંવાર રસીકરણ પછી તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે. મંડલના દાવાઓનો જવાબ આપતા, મધેપુરા સિવિલ સર્જન ડૉ. અમરેન્દ્ર પ્રતાપ શાહીએ કહ્યું, તેમના દાવા સાચા છે કે ખોટા તે તપાસનો વિષય છે. જો તેમના દાવા સાચા જણાશે, તો અમે હોસ્પિટલના રેકોર્ડની તપાસ કરીશું અને કેસમાં સામેલ વ્યક્તિઓ સામે પગલાં લઈશું.

 

આ પણ વાંચો : Assembly Election: ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કરી વિનંતી

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી, વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કરી ચર્ચા

Next Article