Bihar: મમતા બેનર્જીએ ચરણ સ્પર્શ કરીને લીધા લાલુ યાદવના આશીર્વાદ, આવતીકાલે વિરોધ પક્ષોની બેઠકમાં આપશે હાજરી

|

Jun 22, 2023 | 7:29 PM

23 જૂને યોજાનારી બેઠકને લઈને મહાગઠબંધન ઉત્સાહિત છે. મહાગઠબંધનના નેતાઓએ કહ્યું કે આ બેઠક બાદ 2024માં કેન્દ્ર સરકારમાંથી નરેન્દ્ર મોદીની વિદાય નક્કી છે. બીજી તરફ ભાજપે વિરોધ પક્ષોના નેતાઓના મેળાવડાને ભ્રષ્ટાચારીઓનો મેળાવડો ગણાવ્યો છે.

Bihar: મમતા બેનર્જીએ ચરણ સ્પર્શ કરીને લીધા લાલુ યાદવના આશીર્વાદ, આવતીકાલે વિરોધ પક્ષોની બેઠકમાં આપશે હાજરી
Mamata Banerjee - Lalu Yadav

Follow us on

Patna: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) ભાજપ વિરોધી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેવા પટના પહોંચી ગયા છે. પટના પહોંચ્યા બાદ તેઓ સીધા તેજસ્વી યાદવના સત્તાવાર નિવાસસ્થાન પંચ દેશરત્ન માર્ગ પર પહોંચ્યા હતા. અહીં તેઓ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને મળ્યા હતા. મમતા બેનર્જીએ લાલુ યાદવના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. 23 જૂને યોજાનારી બેઠક પહેલા મમતા બેનર્જી આજે નીતીશ કુમારને (Nitish Kumar) પણ અલગથી મળશે.

મમતા બેનર્જી અને લાલુ યાદવની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ

એરપોર્ટ પર બિહાર સરકારના મંત્રી લેસી સિંહ અને શિક્ષણ મંત્રી પ્રોફેસર ચંદ્રશેખરે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તે લાલુ યાદવને મળવા તેજસ્વી યાદવના ઘરે પહોંચ્યા હતા. મમતા બેનર્જી અને લાલુ યાદવની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પણ પટના પહોંચ્યા

મમતા બેનર્જી પહેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પણ પટના પહોંચી ગયા છે. નીતીશ સરકારના મંત્રી શીલા મંડલ મહેબૂબા મુફ્તીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ સ્ટેટ ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. 23 જૂને પટનામાં ભાજપ વિરોધી પાર્ટીઓની બેઠક યોજાવા જઈ રહી છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

વિપક્ષી નેતાઓ પટના આવવા લાગ્યા

આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્કીકાર્જુન ખડગે (રાષ્ટ્રીય અધ્યક્ષ), અરવિંદ કેજરીવાલ, ડાબેરી પક્ષોના અગ્રણી નેતાઓ, અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન, મમતા બેનર્જી, મહેબૂબા મુફ્તી જોડાઈ રહ્યા છે. મમતા બેનર્જી, મહેબૂબા મુફ્તી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન 23 જૂને યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે ગુરુવારે જ પટના પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો : Delhi: જીતનરામ માંઝી અમિત શાહ બાદ જેપી નડ્ડાને મળ્યા, કહ્યું- અમારી વફાદારી ભાજપ સાથે, NDAને કરશે મજબૂત

2024માં કેન્દ્ર સરકારમાંથી નરેન્દ્ર મોદીની વિદાય નક્કી

23 જૂને યોજાનારી બેઠકને લઈને મહાગઠબંધન ઉત્સાહિત છે. મહાગઠબંધનના નેતાઓએ કહ્યું કે આ બેઠક બાદ 2024માં કેન્દ્ર સરકારમાંથી નરેન્દ્ર મોદીની વિદાય નક્કી છે. બીજી તરફ ભાજપે વિરોધ પક્ષોના નેતાઓના મેળાવડાને ભ્રષ્ટાચારીઓનો મેળાવડો ગણાવ્યો છે. બીજેપીએ એક પોસ્ટર બહાર પાડીને લખ્યું છે- हल्ला है हर ओर बिहार में मिलेंगे सारे चोर.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:28 pm, Thu, 22 June 23

Next Article