
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 14 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી. પહેલા પોસ્ટલ બેલેટ અને ETPBS (ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ) ની ગણતરી કરવામાં આવી. EVM ગણતરી અડધા કલાક પછી શરૂ થઈ. બંને પ્રક્રિયાઓ એકસાથે ચાલી, પરંતુ પોસ્ટલ બેલેટની ગણતરી ન થાય ત્યાં સુધી EVM ગણતરી પૂર્ણ માનવામાં નથી આવતી. મહત્વનું છે કે શરૂઆતી વલણમાં NDA આગળ રહી છે. મહત્વનું છે કે મહાગઠબંધન 100 બેઠક પાર કરી આગળ વધશે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે 243 બેઠકોના પરિણામો માટે ગણતરી ચાલી રહી છે. મુખ્ય મુકાબલો NDA અને વિપક્ષના મહાગઠબંધન વચ્ચે છે. આ દરમિયાન, જનસુરાજ પણ મજબૂત હાજરીનો દાવો કરી રહ્યું છે. બહુમતી માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને 122 બેઠકો પ્રાપ્ત કરવાની જરૂર હતી. NDA અને મહાગઠબંધન બંનેએ જીતનો દાવો કર્યો હતો. રેકોર્ડ મતદાન અંગેના તેમના દાવાઓ અલગ અલગ છે. જ્યારે NDA તેને સુશાસનના સમર્થનમાં જનાદેશ કહી રહ્યું છે, ત્યારે વિપક્ષ તેને પરિવર્તન માટેની જનતાની ઇચ્છાના સંકેત તરીકે જોઈ રહ્યો છે. તે નિઃશંકપણે થોડા સમયમાં સ્પષ્ટ થઈ જશે કે જનતા રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી નીતિશ કુમારને બીજી તક આપશે કે પરિવર્તનનો માર્ગ પસંદ કરશે.
મહત્વનું છે કે હાલમાં NDA ગઠબંધનને સરકારને 122 બેઠકો મળી ગઈ છે. અને હજી પણ કાઉન્ટ ચાલુ છે. શરૂઆતથી જ NDA ગાંઠબંધન આગળ રહ્યું હતું. જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
EVM ખોલતાની સાથે જ કોંગ્રેસ અને RJD એ શાનદાર વાપસી કરી. કોંગ્રેસ 15 બેઠકો પર આગળ છે, જ્યારે RJD 68 બેઠકો પર આગળ છે. મહાગઠબંધનની વાત કરીએ તો, તે 94 બેઠકો પર આગળ છે. NDA 122 બેઠકો પર આગળ હતી અને હજી પણ બેઠકો વધી રહી છે.
Published On - 9:02 am, Fri, 14 November 25