PM Modiને મળ્યા બિહારના સીએમ નીતિશ કુમાર, ખેડૂત કાયદાઓ અંગે મત વ્યક્ત કર્યો

|

Feb 11, 2021 | 11:20 PM

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનો ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે PM Modi સાથે મુલાકાત કરી.

PM Modiને મળ્યા બિહારના સીએમ નીતિશ કુમાર, ખેડૂત કાયદાઓ અંગે મત વ્યક્ત કર્યો
PM Modi and CM Nitish Kumar

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનો ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે PM Modi સાથે મુલાકાત કરી. PM Modiને મળ્યા બાદ તેમણે કૃષિ કાયદાઓ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે અને તેઓ આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે છે તેમની પાર્ટી આ મુદ્દે કેન્દ્ર સરકારનું સમર્થન કરે છે. કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પણ વાતચીત કરી છે.

 

આ કાયદા તેમની વિરુદ્ધ નહીં પણ ખેડૂતોના હિતમાં છે. નીતિશ કુમારે આશા વ્યક્ત કરી કે આ મુદ્દાનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે. ખેડૂતોનું આંદોલન ચાલુ છે ત્યારે કૃષિ કાયદા માટે નીતીશ કુમારે સમર્થન આપ્યું છે. જ્યારે દિલ્હીની સરહદો પર ખેડૂતોના દેખાવો બે મહિનાથી વધુ સમયથી ચાલુ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ કાયદા પાછા ખેંચવા જોઈએ કારણ કે તે ખેડૂતોના હિત વિરુદ્ધ છે. જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે આનાથી ખેડૂતોને તેમના અનાજને ક્યાંય પણ વેચવાની સ્વતંત્રતા સહિત અન્ય ઘણા ફાયદા મળશે જેનાથી તેમની આવકમાં વધારો થશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જણાવ્યું કે ક્યારે લાગુ કરવામાં આવશે CAA

Next Article