મણિપુરમાં સ્થિતિ હજુ કાબુમાં નથી. અહીં બિષ્ણુપુર જિલ્લામાં, બદમાશોએ પોલીસ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો (Weapons) અને દારૂગોળો લૂંટી લીધો. બદમાશો અને જવાનો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા બે ડઝન સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.
મહત્વની વાત એ છે કે આ સમગ્ર હિંસાની ઘટનાની શરૂઆતથી જ જવાનોને નિશાન બનાવી અને તેમના હથિયારો લૂંટી રહ્યા છે. જોકે તે અત્યાર સુધીની સૌથી મોટી લૂંટ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 500 લોકોના ટોળાએ હુમલો કર્યો અને લગભગ ત્રણ બંદૂકો અને 16,000 કારતુસ લૂંટી લીધા. જવાનોએ તેમને રોકવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. જોકે બદમાશોની સંખ્યા ઘણી વધારે હતી.
મળતી માહિતી મુજબ બદમાશોના ટોળાએ 298 રાઈફલ, SLR, LMG અને મોર્ટાર, ગ્રેનેડ લૂંટી લીધા હતા. તેઓ ઓછામાં ઓછા 16,000 રાઉન્ડ સાથે ભાગી ગયા. મોઇરાંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ અત્યાર સુધીની સૌથી મોટી હથિયાર લૂંટ છે.
ટોળાએ 2જી ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (IRB) ના નરણસિના ખાતેના મુખ્યાલય પર હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કુકી સંગઠન ચુરાચંદપુરના હૌલાઈ ખોપીમાં હિંસામાં માર્યા ગયેલા લોકોના સામૂહિક દફન ઈચ્છે છે. જોકે, બહુમતી સમુદાય તેની વિરુદ્ધ હતો. જેના કારણે અનેક જિલ્લાઓમાં હિંસા ફેલાઈ હતી.
આ ઘટના બાદ ટોળાએ RBI ના હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો અને 16,000 રાઉન્ડ ગોળીઓ પણ ચલાવી છે. એકે સિરીઝની એસોલ્ટ રાઇફલ, 195 સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ, ત્રણ જેટલી ઘાતક રાઇફલ્સ, પાંચ MP-4 બંદૂકો, 25 બુલેટપ્રૂફ જેકેટ, 16 પિસ્તોલ, 21 કાર્બાઇન, 124 ગ્રેનેડ અને અન્ય દારૂગોળા સહિતના આર્મ્સ લૂંટવામાં આવ્યા હતા. ટોળું ઇમ્ફાલમાં અન્ય બે શસ્ત્રાગાર પર પણ હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું. સુરક્ષા દળો પહેલાથી જ એલર્ટ હોવા છતાં તેઓ હથિયારો લૂંટી શક્યા ન હતા.
મણિપુરના DGP રાજીવ સિંહે આ બનાવ અંગે કહ્યું કે તેઓ હજી પણ આશ્ચર્યચમાં છે કે ટોળું જબરી સુરક્ષા ધરાવતા ક્ષેત્રમાં પ્રવેશી અને અમારા હથિયારો પર હાથ સાફ કરી શકે છે. જોકે આ અંગે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઘણા લૂંટાયેલા હથિયારો પરત મળી પણ આવ્યા છે.
તેમણે કહ્યું કે આ પ્રકારની લૂંટ ભૂતકાળમાં પણ બની છે અને અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ કાર્યવાહી કરી રહ્યા છીએ. હથિયારો છીનવી લેવા એ મોટો ગુનો છે. અમે આઈજીપી રેન્કના અધિકારીને આઈઆરબી હેડક્વાર્ટરમાં મોકલ્યા છે અને ટોળું અહીંથી કેવી રીતે હથિયારો લઈ ગઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Jammu Kashmir: કલમ 370 હટાવવાના 4 વર્ષ પૂર્ણ, મહેબૂબા મુફ્તીનો આરોપ- અમને નજરકેદ રાખવામાં આવ્યા
ક્વાર્ટરમાસ્ટરના અહેવાલ મુજબ, ભીડમાં મોટાભાગના લોકો 40 કે 45 નાના વાહનોમાં આવ્યા હતા. ઘણા લોકો પગપાળા પણ હતા. મુખ્ય દ્વાર પર પહોંચ્યા પછી, તેઓએ પહેલા ગાર્ડ પર હુમલો કર્યો. તેઓએ 7મી મણિપુર રાઈફલ્સ અને બીજી મણિપુર રાઈફલ્સમાંથી શસ્ત્રો લૂંટવાની પણ યોજના બનાવી હતી પરંતુ તકેદારીના કારણે તે સફળ થઈ શક્યું ન હતું.
તમને જણાવી દઈએ કે હિંસાના થોડા દિવસોમાં ટોળા દ્વારા 4617 ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક હથિયારો લૂંટી લેવામાં આવ્યા હતા. આ સિવાય બદમાશોએ અત્યાર સુધીમાં જવાનો પાસેથી 6 લાખ ગોળીઓ છીનવી લીધી છે.