Bihar : બગહામાં મોટી દુર્ઘટના, 25 મુસાફરોને લઈ જતી બોટ ગંડક નદીમાં ડૂબી, રેસક્યુ ઓપરેશન શરૂ

|

Aug 26, 2021 | 1:05 PM

પશ્ચિમ ચંપારણના બગાહામાં ગંડક નદીમાં (Gandak River) એક બોટ ડૂબી ગઈ છે. મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે બોટમાં 25 મુસાફરો હાજર હતા.

Bihar : બગહામાં મોટી દુર્ઘટના, 25 મુસાફરોને લઈ જતી બોટ ગંડક નદીમાં ડૂબી, રેસક્યુ ઓપરેશન શરૂ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Bihar : બિહારના પશ્ચિમ ચંપારણના બગાહામાં એક મોટી દુર્ઘટના (Big Tragedy) થઈ છે. મળતી માહિતી મુજબ, 25 મુસાફરોથી ભરેલી હોડી ગંડક નદીમાં ડૂબી ગઈ છે. જો કે માહિતી મળતાની સાથે જ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં નજીકના ઘાટ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી પાંચ મુસાફરોને બચાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 20 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બોટ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ મુસાફરોથી ભરેલી હોડી દિયારથી શહેર તરફ આવી રહી હતી. જો કે બોટમાં વધુ લોકો હોવાને કારણે બોટ (Boat) અસંતુલિત થઈ ગઈ અને નદીના પ્રવાહમાં જ ડૂબી હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યુ છે. ઉપરાંત બોટમાં ભેંસ સહિત અન્ય પશુઓનું લોડિંગ પણ દુર્ઘટનાનું કારણ હોવાનું જણાઈ રહ્યુ છે, હાલમાં બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

NDRF ની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

અધિકારી આનંદ કુમાર સિંહે જણાવ્યું હતુ કે, “આ હોડીમાં 25 મુસાફરો હોવાની માહિતી મળી છે, ઉપરાંત બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાની અપેક્ષા છે. હાલમાં સ્થાનિક તરવૈયા અને NDRFની ટીમ નદીમાં ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે.”

આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી

બિહારમાં ચોમાસુ સતત (Monsoon) સક્રિય છે. જેને કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. સતત વરસાદને કારણે બાગમતી, ગંડક અને અધવરા જૂથની નદીઓ ઓવરફ્લો થઈ છે. હાલ આગાહીને લઈને હવામાન વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોલ, પશ્ચિમ ચંપારણ, સીતામઢી, ગોપાલગંજ, કિશનગંજ, સિવાન, સારન, પૂર્વ ચંપારણ, મુઝફ્ફરપુર અને પટનાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધવામાં આવશે. આ સાથે લોકોને ગરમી અને ભેજમાંથી પણ રાહત મળશે.

 

આ પણ વાંચો: Corona Vaccination: દેશમાં વેક્સિનેશનની ગતિમાં વધારો, 50 ટકા વયસ્કોને લાગી ચૂક્યો છે રસીનો પ્રથમ ડોઝ

આ પણ વાંચો:  રામ મંદિર માટે 115 દેશોમાંથી મંગાવાયુ જળ, 2023 સુધીમાં દર્શન માટે ખોલવાની તૈયારી

Published On - 1:05 pm, Thu, 26 August 21

Next Article