Breaking News: “ભારત પર હુમલા માટે 1000 થી વધુ આત્મઘાતી બોમ્બરો તૈયાર”, પાકિસ્તાનથી મસૂદ અઝહરની ખુલ્લી ધમકી

એક ઓડિયો ક્લિપમાં આતંકવાદી મસૂદ અઝહરે ખુલ્લી ધમકી આપી છે. ક્લિપમાં જણાવ્યું છે કે, તેના પાસે 1 નહીં પરંતુ 1,000થી વધુ સ્યુસાઈડ બોમ્બર તૈયાર છે.

Breaking News: ભારત પર હુમલા માટે 1000 થી વધુ આત્મઘાતી બોમ્બરો તૈયાર, પાકિસ્તાનથી મસૂદ અઝહરની ખુલ્લી ધમકી
| Updated on: Jan 11, 2026 | 8:23 PM

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ અને યુએન દ્વારા નિયુક્ત આતંકવાદી મસૂદ અઝહરની એક નવી ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયોમાં તે કહી રહ્યો છે કે, તેની પાસે હજાર આત્મઘાતી બોમ્બરો છે, જે ગમે ત્યારે હુમલો કરવા માટે તૈયાર છે.

1,000 થી વધુ આત્મઘાતી બોમ્બરો તૈયાર

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના આ ઓડિયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, તેની ગેંગ હજુ પણ કોઈ ખતરનાક તૈયારીમાં વ્યસ્ત છે. મસૂદ અઝહર ઓડિયોમાં દાવો કરે છે કે, 1,000 થી વધુ આત્મઘાતી બોમ્બરો તૈયાર છે અને અઝહર પર દબાણ લાવી રહ્યા છે કે, તેઓ ભારતમાં ઘૂસણખોરી કરે.

અઝહર કહે છે કે, વાસ્તવિક સંખ્યા વિશ્વના મીડિયાને ચોંકાવી દેશે. નોંધવું જોઈએ કે, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. મસૂદ પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યો છે.

શહીદ થવા માટે તૈયાર

મસૂદ અઝહરનો ઓડિયો રિલીઝ થયા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેની પાસે એક હજારથી વધુ આત્મઘાતી બોમ્બરો તૈયાર છે અને તે અઝહર પર દબાણ કરી રહ્યો છે કે, તેઓ તેને ભારતમાં ઘૂસણખોરી કરવા દે.

વધુમાં અઝહર કહે છે કે, વાસ્તવિક સંખ્યા વિશ્વના મીડિયાને ચોંકાવી દેશે. મસૂદના મત મુજબ, તેના હુમલાખોરો હુમલા કરવા અને તેના હેતુ માટે શહીદી પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના નેતૃત્વ હેઠળના જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને પણ નુકસાન થયું હતું.

ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના નજીકના સહયોગીઓ અને સંબંધીઓ સહિત ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. મસૂદ અઝહરનો ઓડિયો વાયરલ થયા બાદ નિષ્ણાતો માને છે કે, જ્યારે કોઈ સંગઠન દબાણ હેઠળ હોય ત્યારે આવા ઓડિયો મેસેજ બહાર પાડવામાં આવે છે. મસૂદ અઝહરના વાયરલ ઓડિયો તેની બેચેની અને ગભરાહટનો ઇશારો છે.

શું કોઈ મોટા કાવતરાની તૈયારી ચાલી રહી છે?

હાલમાં ઓડિયો સામે આવ્યા બાદ હવે તપાસનો વિષય એ છે કે, મસૂદ અઝહરનું સંગઠન, જૈશ-એ-મોહમ્મદ કયું કાવતરું ઘડી રહ્યા છે? તેની રેન્કમાં કેટલા આત્મઘાતી બોમ્બરો છે? જો કે, આ બધું દેશની સુરક્ષામાં રોકાયેલા ટોચના કમાન્ડ દ્વારા નક્કી કરવાનું રહેશે.

આ પણ વાંચો: Breaking News: સમગ્ર દુનિયાની નજર ‘ટ્રમ્પ’ પર! અમેરિકા આવતા અઠવાડિયે મોટું પગલું ભરી શકે છે, આ એક નિર્ણયથી કોને રાહત મળશે?