Land For Job Scam કેસમાં લાલુ પરિવારને મોટો ફટકો, EDએ કરોડોની સંપત્તિ કરી જપ્ત

EDએ બિહાર અને ગાઝિયાબાદમાં લાલુ યાદવના પરિવારની સંપત્તિ જપ્ત કરી છે. આ પહેલા પણ પટનાના બેઈલી રોડ સ્થિત એક જમીન સિવાય કેટલીક મિલકતો જપ્ત કરવામાં આવી છે.

Land For Job Scam કેસમાં લાલુ પરિવારને મોટો ફટકો, EDએ કરોડોની સંપત્તિ કરી જપ્ત
Lalu Prasad Yadav
| Edited By: | Updated on: Jul 31, 2023 | 8:52 PM

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ને મોટો ઝટકો લાગ્યો છે અને EDએ તેમના પરિવારની ઘણી મિલકતો જપ્ત કરી છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રેલ્વે નોકરીઓ માટે કથિત જમીન કૌભાંડમાં આરજેડી વડા લાલુ યાદવ, તેમના પરિવાર અને અન્ય કેટલાક લોકો સામે તેની મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે મિલકતો જપ્ત કરી છે.

કરોડોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી

સૂત્રોએ ED દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે જણાવ્યું હતું કે તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો જેથી મિલકતો જપ્ત કરવામાં આવે. જોકે, એવું માનવામાં આવે છે કે EDની કાર્યવાહીમાં કરોડોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. પરંતુ ED દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીમાં જપ્ત કરાયેલી મિલકતોની સંખ્યા અને તેની ચોક્કસ કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગાઝિયાબાદમાં પણ સંપત્તિ જપ્ત કરવામાં આવી

EDએ બિહાર અને ગાઝિયાબાદમાં લાલુ યાદવના પરિવારની સંપત્તિ જપ્ત કરી છે. આ પહેલા પણ પટનાના બેઈલી રોડ સ્થિત એક જમીન સિવાય કેટલીક મિલકતો જપ્ત કરવામાં આવી છે. લાલુ પર આરોપ છે કે રેલ્વે મંત્રી તરીકે તેમણે ખોટી રીતે રેલ્વેમાં નોકરીઓ આપી અને તેના બદલામાં પોતાના પરિવારના સભ્યોના નામે જમીન કરાવી હતી.

આ જ કેસમાં, છેલ્લા કેટલાક મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લાલુ પ્રસાદની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી ઉપરાંત તેમના પુત્ર અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પુત્રીઓ મીસા ભારતી (RJD સાંસદ)ના નિવેદનો નોંધ્યા છે.

આ પણ વાંચો: ‘INDIA’ નહીં વિપક્ષી દળોના ગઠબંધન માટે આ શબ્દનો ઉપયોગ કરશે ભાજપ

તેજસ્વી વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ

નોકરી માટે આ જમીન કૌભાંડ તે સમયનું છે જ્યારે યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન લાલુ યાદવ મનમોહન સિંહ સરકારમાં રેલવે મંત્રી હતા. તપાસ એજન્સીઓ ઈડી અને સીબીઆઈનો આરોપ છે કે 2004થી 2009ના સમયગાળા દરમિયાન રેલવેમાં ભરતીને લઈને ઘણી હેરાફેરી થઈ હતી.

EDની સાથે CBI પણ નોકરી માટે જમીન કૌભાંડ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં એજન્સીએ લાલુ પરિવારના કેટલાક સભ્યોની પૂછપરછ કરી છે. મહિનાની શરૂઆતમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. CBIએ આ ચાર્જશીટ 3 જુલાઈના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટમાં 12મી જુલાઈના રોજ સુનાવણી થવાની હતી, પરંતુ હવે સુનાવણી આવતા મહિને 8મી ઓગસ્ટે થવાની છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:46 pm, Mon, 31 July 23