રાહુલ ગાંધીનો RSS પર સૌથી મોટો હુમલો, કહ્યુ- માથું કપાવી નાખીશ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસે જઈશ નહીં

|

Jan 17, 2023 | 4:17 PM

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, આજે તમામ સંસ્થાઓ પર આરએસએસ (RSS) અને બીજેપીનું (BJP) નિયંત્રણ છે. તમામ સંસ્થાઓ પર દબાણ છે. પ્રેસ દબાણમાં છે, અમલદારશાહી દબાણમાં છે, ચૂંટણી પંચ દબાણમાં છે, તેઓ ન્યાયતંત્ર પર પણ દબાણ કરે છે.

રાહુલ ગાંધીનો RSS પર સૌથી મોટો હુમલો, કહ્યુ- માથું કપાવી નાખીશ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસે જઈશ નહીં
Rahul Gandhi
Image Credit source: File Image

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે તે માથું કપાવી નાખશે પરંતુ આરએસએસની ઓફિસ નહીં જાય. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે દેશની તમામ સંસ્થાઓ પર RSS અને ભારતીય જનતા પાર્ટીનું નિયંત્રણ છે અને દાવો કર્યો છે કે દેશના મીડિયા, ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર પર દબાણ છે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તે માથું કપાવી નાખશે પરંતુ આરએસએસ ઓફિસ નહીં જાય. તેમણે કહ્યું કે, હું ક્યારેય RSS કાર્યાલય જઈ શકતો નથી. એ માટે તમારે મારું માથું કાપી નાખવું પડશે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ વરુણ ગાંધીની વિચારધારાને સ્વીકારી શકતા નથી.

વરુણ ગાંધી અંગે કહી આ વાત

વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાવા કે ભારત જોડો યાત્રામાં જોડાવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, વરુણ ગાંધી ભાજપમાં છે. મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. મારા પરિવારની એક વિચારધારા છે. તેમણે કહ્યું, વરુણે તે વિચારધારાને પોતાની બનાવી હતી. હું વરુણને ગળે લગાવી શકું છું પણ તે વિચારધારાને સ્વીકારી શકતો નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો : Punjab: રાહુલ ગાંધીની સુરક્ષામાં માત્ર 35 મિનિટમાં બે વખત ખામી જોવા મળી, કોંગ્રેસે કહ્યું- સુરક્ષામાં કોઈ ક્ષતિ નથી

પંજાબની AAP સરકાર પર નિશાન સાધ્યું

પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પંજાબનું શાસન દિલ્હીથી નહીં પરંતુ પંજાબથી ચાલવું જોઈએ. રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે દેશની સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા નિયંત્રિત છે. ભગવંત માન અંગેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે પંજાબના મુખ્યમંત્રીને કહ્યું હતું કે પંજાબને પંજાબમાંથી જ ચલાવી શકાય છે. ગાંધીએ કહ્યું, આ એક ઐતિહાસિક હકીકત છે. જો તેને દિલ્હીથી ચલાવવામાં આવશે તો પંજાબના લોકો તેને સ્વીકારશે નહીં.

તમામ સંસ્થાઓ પર આરએસએસ અને બીજેપીનું નિયંત્રણ

તેમણે આરોપ લગાવ્યો કે, આજે તમામ સંસ્થાઓ પર આરએસએસ અને બીજેપીનું નિયંત્રણ છે. તમામ સંસ્થાઓ પર દબાણ છે. પ્રેસ દબાણમાં છે, અમલદારશાહી દબાણમાં છે, ચૂંટણી પંચ દબાણમાં છે, તેઓ ન્યાયતંત્ર પર પણ દબાણ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું, લડાઈ એક રાજકીય પક્ષની બીજા રાજકીય પક્ષ સાથે નથી. હવે લડાઈ દેશની સંસ્થાઓ (જેને તેઓએ કબજે કરી છે) અને વિપક્ષો વચ્ચે છે. તેમણે દાવો કર્યો કે દેશમાં હવે સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાઓ ગાયબ થઈ રહી છે.

Published On - 4:17 pm, Tue, 17 January 23

Next Article