પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન

|

Oct 26, 2021 | 4:11 PM

ઘણા એવા મેસેજ વાયરલ થતાં હોય છે જેમાં ખોટી માહિતી અને લીંક મોકલી લોકોને ભરમાવામાં આવતા હોય છે. ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 4 હજારની રકમ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન
Fake WhatsApp viral Massage

Follow us on

વ્હોટ્સએપ (WhatsApp) વર્તમાન સમયમાં ઘણા પ્રકારે ઉપયોગી છે. પરંતુ જેટલું તે ઉપયોગી છે એટલો જ તેનો દુરઉપયોગ પણ થઈ રહ્યો છે. ત્યારે ઘણા એવા મેસેજ વાયરલ થતાં હોય છે જેમાં ખોટી માહિતી અને લીંક મોકલી લોકોને ભરમાવામાં આવતા હોય છે. ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 4 હજારની રકમ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

વ્હોટ્સએપ પર એક મેસેજ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર ‘પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના’ લઈને આવી છે જેમાં રજીસ્ટ્રેશન કરવા પર તમામ યુવાઓને 4000 રૂપિયા સુધીની સહાયતા રકમ મળશે. મેસેજની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, આ મેસેજ મોકલનારને 4 હજાર રૂપિયા મળી ચૂક્યા છે. જેના માટે લોકોને એક રજીસ્ટ્રેશન લીંક પણ આપવામાં આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વ્હોટ્સએપ પર ફરતો આ મેસેજ ખોટો છે. આ મેસેજ સાથે આપવામાં આવેલી લીંક કોઈક બ્લોગ પોસ્ટની છે. જ્યારે સરકારી વેબસાઈટના અંતમાં gov.in હોય છે. આ સિવાય, કી-વર્ડસ સર્ચ કરવાથી એવી કોઈ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ મળતી નથી. તેના લીંક પર ક્લિક કરવાથી એક પેજ ખુલે છે જેમાં આ પોસ્ટને 4 લાખથી પણ વધુ લાઈક્સ મળ્યા છે.

આ પોસ્ટના કમેન્ટ્સમાં અનેક લોકોએ લખ્યું છે કે, તેઓને 4 હજાર રૂપિયા મળી ગયા છે. તેના નીચે રજીસ્ટ્રેશનની લીંક આપવામાં આવી છે. તેના પર ક્લિક કરવા પર તે તમારા કોન્ટેક્ટ નંબર માંગશે. આ સિવાય આ યોજના વિશે બીજી કોઈ લીંક અથવા કોઈ જાણકારી નથી. એટલે આ સંપૂર્ણ રીતે તમારા નંબર લેવા માટે બનાવામાં આવેલી એક ખોટી વેબસાઈટ છે.

WhatsApp Fake Viral Massage

આ વિશે સર્ચ કરતા PIB ફેક્ટ-ચેકનું એક ટ્વીટ મળ્યું છે જેમાં સરકાર તરફથી આ મેસેજને ખોટો જણાવામાં આવ્યો છે. આ ટ્વીટ 18 ઓગસ્ટનું છે. એટલે કે 2 મહીના પહેલા આ જણાવામાં આવ્યું હતું. છતાં પણ આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ આ પ્રકારના અનેક મેસેજ વાયરલ થયા છે. હાલમાં જ ‘પ્રધાનંત્રી બેરોજગાર ભથ્થુ યોજના’ 2021 નો ખોટો દાવો વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ યોજના અંતર્ગત તમામ બેરોજગાર યુવાઓને દર મહીને 3500 રૂપિયા આપવામાં આવશે.

 

PIB ની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ પ્રકારની ફેક વેબસાઈટનું લીસ્ટ આપવામાં આવ્યું છે.

 


Press Information Bureau

 

આ પણ વાંચો: Jammu Kashmir: ગૃહ પ્રધાન અમિત શાહે પુલવામાના 40 શહીદોને શ્રદ્ધાંજલિ આપી, CRPF કેમ્પમાં રાત વિતાવી

 

આ પણ વાંચો: Who is Mukul Rohatgi : કોણ છે ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી જે આર્યન ખાન વતી હાઇકોર્ટમાં રહેશે હાજર

Next Article