ગુરુવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ (West Bengal Train Accident) પાટા પરથી ઉતરી જતાં 5 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ટ્રેનમાં બિકાનેરથી 177 લોકો સવાર હતા. આ ઘટના ગુરૂવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની છે. રેલવે બોર્ડે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવે તરપથી સૂચના મળતા જ સ્થાનિક તંત્રની સાથે રાહત કાર્ય પ્રારંભ કરી દીધુ છે. મુસાફરોની મદદ માટે ઉત્તર પશ્ચિમ રેલવે તરફથી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ત્યારે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી, એસપી, આઈજી બચાવ અને રાહત કાર્યો પર નજર રાખી રહ્યા છે. ઘાયલ થયેલા લોકોને ઝડપી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
रेल मंत्री अश्विनी वैष्णव से बात की और पश्चिम बंगाल में ट्रेन दुर्घटना के मद्देनज़र स्थिति का जायज़ा लिया। मेरी संवेदनाएं शोक संतप्त परिवारों के साथ हैं: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/YQDyoD7gc4
— ANI_HindiNews (@AHindinews) January 13, 2022
ટ્રેન દુર્ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે વાત કરી છે. મમતા બેનર્જી કોવિડ 19ની સ્થિતિને લઈ આયોજિત મીટિંગમાં વડાપ્રધાન મોદીની સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને તે દરમિયાન વડાપ્રધાને વાત કરી અને કહ્યું કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાના પગલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
ત્યારે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મેં વડાપ્રધાન સાથે વાત કરી છે અને તેમને રાહત કાર્યોથી અવગત કર્યા છે. હું વ્યક્તિગત રીતે રાહત કાર્યોની સ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને હું સાઈટ પર પહોંચું છું. અમારું ધ્યાન બચાવ પર છે. અકસ્માત અને દરેક પાસાની ઉંડાણપૂર્વક તપાસ થશે.
दुर्भाग्यपूर्ण दुर्घटना है। मौके पर बचाव टीम के साथ आला अधिकारी भी मौजूद हैं। प्रधानमंत्री ने भी फोन पर जानकारी ली है। भारतीय रेलवे ने राहत राशी की घोषणा की है। मैं कल सुबह मौके पर जाकर जायज़ा लूंगा। दुर्घटना की गहराई से और हर पहलू पर जांच होगी: केंद्रीय रेल मंत्री अश्विनी वैष्ण pic.twitter.com/bL7QKZqUN9
— ANI_HindiNews (@AHindinews) January 13, 2022