
અસમ વિધાનસભા માટે વોટીંગ બાદ સીએમ હિંમત બિસ્વા સરમા બંગાળના ચૂંટણી રણમાં ઉતરી ચુક્યા છે. તેમના અનોખા અંદાજમાં ભાષણ દેવા માટે જાણીતા હિંમતાએ આજે બંગાળમાં જનસભા કરી. કૂચબિહારમાં અસમા સીએમ હિમંતા બિસ્વા સર્માએ બંગાળમાં રોહિંગ્યા નો મુદ્દો ઉઠાવ્યો. તેમણે TMC ચીફ મમતા બેનરજી પર બાંગ્લાદેશીઓને સંરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો.
ચૂંટણી સભામાં હિંમતા બિસવા સરમાએ કહ્યુ કે બંગાળમાં આ વખતે ભાજપની સરકાર લાવવી છે. અસમમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓને આવવાનું બંધ કરાવી દીધુ છે. અસમમાં તેમના માટે સંપૂર્ણ તાળુ લગાવી દીધુ છે. એક પણ બાંગ્લાદેશી આવે છે તો હું લાત મારીને રાત્રે જ જ્યાંથી આવ્યો હોય ત્યાં મોકલી દઉ છુ. અસમમાં તેમને ટકવા દેતો નથી. પરંતુ મમતા દીદી પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓને દુલ્હનની જેમ બોલાવી લે છે. તેનો કોઈ ફાયદો થતો નથી. જો આવુ ચાલતુ રહેશે તો બંગાળ અને અસમમાં ધીરે-ધીરે હિંદુઓ ઓછા થઈ જશે.
હિંમત બિસવા સરમાએ TMC ના નોનવેજ વાળા નેરેટિવને પણ તોડવાની કોશિશ કરી. તેમણે કહ્યુ, મમતા દીદી, આપ અસમ આવો, અમારી પાસે સારામાં સારા નોનવેજ ફુડ છે. શું તમને કોઈએ કહ્યુ છે કે નોનવેજ ખાવાનું બંધ કરી દેવામાં આવશે? તો પછી મમતા દીદી ડરી કેમ રહ્યા છે? તેઓ એટલા માટે ડરી રહ્યા છે કારણ કે જો ભાજપ સત્તામાં આવે છે તો અમે ગૌમાંસ અને ગૌહત્યા પર રોક લગાવી દેશુ. હિંમતા એ કહ્યુ કે તેઓ અસમમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાના છે. જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો આ કાનૂન ત્યાં પણ લાગુ કરવામાં આવશે. મમતા દીદી એટલે પણ ડરી રહ્યા છે કારણ કે ભાજપ બહુ વિવાહની આ ફેક્ટરી પર પણ બુચ લગાવી દેશે.
આપને જણાવી દઈએ કે બંગાળની ચૂંટણીમાં અસમ ભાજપના 50 થી વધુ નેતાઓની ડ્યુટી લગાવવામાં આવી છે. અસમ અને બંગાળની સીમા પર 127 કિલોમીટર સુધી કોમન છે. અલીપુરદ્વાર અને જલપાઈ ગુડી જિલ્લાની સીમા અસમ સાથે જોડાયેલી છે.