
બંગાળની રાજનીતિમાં ભાજપના વધતા પ્રભાવને માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ જોવું પૂરતી નથી. તેની પાછળ એક ઐતિહાસિક અને વિચારધારા પણ સમાયેલી છે, જેનું કેન્દ્રબિંદુ શ્યામા પ્રસાદ મુખર્જી છે. દેશની એકતા અને અખંડિતતા માટે જીવન અર્પણ કરનાર મુખર્જીએ જે વિચારોના બીજ વાવ્યા હતા, તે આજે બંગાળમાં ભાજપની જીત દ્રારા ફળીભૂત થતા દેખાઈ રહ્યા છે. એ જ બંગાળ, જે ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીનું કાર્યક્ષેત્ર રહ્યું, ત્યાં ભાજપની જીતને માત્ર સત્તા પરિવર્તન તરીકે નહીં, પરંતુ મુખર્જીના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક પગલું માનવામાં આવી શકે. ભાજપ માટે આ વિજય માત્ર રાજકીય સિદ્ધિ નથી, પરંતુ એક પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ પણ છે. પોતાના એક એવા નેતાને, જેઓએ રાષ્ટ્રીય એકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. આઝાદીના સમયથી બંગાળ એ ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યુ છે. ભાજપના સ્થાપક પિતામહ પ્રત્યે પિતૃઋણ ભાજપનો પાયો 1980 માં સંપૂર્ણપણે શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શો પર આધારિત હતો. આ જ કારણ છે કે શ્યામા પ્રસાદ મુખર્જીને ભાજપના સ્થાપક પિતા તરીકે આદરણીય માનવામાં આવે છે. એક સ્વપ્નદ્રષ્ટા જેમનું સ્વપ્ન આખરે સાકાર...
Published On - 9:25 pm, Tue, 5 May 26