
બંગાળ વિધાનસભાનૂ ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં મતદારોએ બંપર મતદાન કરી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેનાથી દેશની લોકશાહી અને બંધારણના રક્ષક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત પણ ખુશખુશાલ જોવા મળ્યા. પ્રથમ ચરણના મતદાનમાં 92% થી વધુ મતદાન થયુ છે. જેના પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે તેમની ખુશી વ્યક્ત કરી.
સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવીજન (SIR) પર સુનાવણી દરમિયાન ગુરુવારે પ્રશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણમાં થયેલ બંપર વોટિંગનો મુદ્દો છવાયેલો રહ્યો. આ દરમિયાન CJI સૂર્યકાંતે પહેલા ચરણમાં થયેલા રેકોર્ડબ્રેક વોટિંગને લોકશાહી માટે સારુ ગણાવતા રાજીપો વ્યક્ત કર્યો.
SIR hearing: CJI Surya Kant expresses happiness over 92 percent voter turnout in first phase of West Bengal Assembly polls.
SIR hearing: SG Tushar Mehta hails high voter turnout in West Bengal, commends role of central forces in ensuring peaceful elections.
Bengal SIR: SC asks… pic.twitter.com/75laEKvf5P
— Press Trust of India (@PTI_News) April 24, 2026
આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ પશ્ચિમ બંગાળમાં ભારે મતદાનની સરાહના કરી. તેમણે રાજ્યમાં શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન કરવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની ભૂમિકાની પણ ખૂબ પ્રશંસા કરી.
ચૂંટણી પંચે પ્રથમ ચરણના મતદાન માટે EVM ના તાજા આંકડા જાહેર કર્યા છે. તેમના મતે ત્યાં 92.88% મતદારોએ વોટ આપ્યા. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. બેલેટ પેપરવાળા મતોની ગણતરી બાદ આ આંકડામાં હજુ વધારે થવાનું નક્કી છે.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મતદાતા સૂચિમાંથી બહાર રહી ગયેલા લોકોને કહ્યુ છે કે તેમના પડતર મુદ્દાઓના નિરાકરણ માટે કોર્ટ તરફથી નિયુક્ત કરાયેલા ટ્રિબ્યુનલનો સંપર્ક કરે.
સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલને પણ કહ્યુ છે કે જે લોકો વોટર લિસ્ટમાં તાત્કાલિક નામ દાખલ કરવા માટે સુનાવણી ઈચ્છે છે, તેમને આઉટ-ઓફ-ટર્ન જઈને તેની તક આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યુ કે મતદાતા સૂચિમાં ટકી રહેવાના સૌથી મહત્વપૂર્ણ અધિકારની અમે બાદમાં તપાસ કરશુ. (Input PTI)
Published On - 2:15 pm, Fri, 24 April 26