રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવાને લઈ બાબા રામદેવે આપી પ્રતિક્રિયા, વિપક્ષને લઈને પણ કહી આ મોટી વાત

|

Mar 30, 2023 | 9:48 PM

રાહુલ ગાંધીને લોકસભામાંથી ડીસક્વોલિફાઈ ઠેરવ્યા છે. જે બાદ યોગ ગુરુ બાબા રામદેવે આ બાબતે પહેલી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયા બાદ ઘણા બધા નેતાઓએ આ બાબતે પ્રતિક્રિયાઓ આપી છે પરંતુ આ બધા વચ્ચે હવે યોગ ગુરુ બાબા રામદેવ પણ બાકી રહ્યા નથી.

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવાને લઈ બાબા રામદેવે આપી પ્રતિક્રિયા, વિપક્ષને લઈને પણ કહી આ મોટી વાત

Follow us on

હાલમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ડીસક્વોલિફાઈ ઠેરવ્યા છે. જે બાદ યોગ ગુરુ બાબા રામદેવે આ બાબતે પહેલી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયા બાદ ઘણા બધા નેતાઓએ આ બાબતે પ્રતિક્રિયાઓ આપી છે પરંતુ આ બધા વચ્ચે હવે યોગ ગુરુ બાબા રામદેવ પણ બાકી રહ્યા નથી.

બાબા રામદેવ નિવેદનોને લઈ ચર્ચામાં

બાબા રામદેવ પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને “મોદી સરનેમ” સંબંધિત ટિપ્પણીને લઈ માનહાનિના કેસમાં ગુજરાતની અદાલતે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ તેમને લોકસભામાંથી ડીસક્વોલિફાઈ કરવામાં આવ્યા હતા. જે બાદ યોગ ગુરુ બાબા રામદેવે આ બાબતે પ્રતિક્રિયા આપી હતી.

રાહુલ ગાંધીએ યોગ કરવો જોઈએ: બાબા રામદેવ

યોગ ગુરુએ કહ્યું, “વિપક્ષે મજબૂત બનવું પડશે. રાહુલ ગાંધીએ સવારે ઉઠીને યોગ કરવો જોઈએ. કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવું જોઈએ. કારણ કે, જે યોગાસન કરે છે તેની રાજગાદી મજબૂત બને છે. વિપક્ષને ક્યાં જવું અને શું કરવું તે ખબર નથી. યોગમ શરણમ્ ગચ્છમી. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી. તેમણે બધાને સાથે લઈ ચાલવું જોઈએ.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો : રાહુલ ગાંધીની અયોગ્યતા પર જર્મનીની આવી પ્રતિક્રિયા, કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું- અમે વિદેશીઓ સામે ઝૂકીશું નહીં

વિપક્ષને આપી સલાહ

બાબા રામદેવે કહ્યું, “વિપક્ષ મજબૂત હશે તો લોકશાહી મજબૂત થશે. એટલા માટે દરેક પ્રત્યે સદભાવ રાખો. આપણો આખો દેશ સ્વસ્થ અને સુખી, સમૃદ્ધ રહે. પક્ષમાં હોય કે વિરોધમાં, હિંદુ હોય, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી હોય કે કોઈ પણ આ સમગ્ર ભારત, તમામ સંપ્રદાયો, તમામ ધર્મો, તમામ જાતિઓ કે વર્ગ-સમુદાય અને સમગ્ર વિશ્વ સુખી રહે છે. આ એક સાધુનો સંકલ્પ છે. આપણે ભારતની એકતા અને અખંડિતતાને સાથે લઈ જઈશું.”

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું ત્યારથી કેટલાય એવા ચહેરાઓ છે જેણે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી છે. જેમાં હાલ બાબા રામદેવનું નિવેદન પણ ખૂબ ચર્ચામાં છે, તેમણે આપેલ નિવેદન એ ફક્ત રાહુલ માટે છે કે સમગ્ર વિપક્ષ માટે તે એક વિચારવાનો પ્રશ્ન છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article