
અમરનાથ યાત્રા ભારતની એક મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રા છે, જે ખાસ કરીને હિંદુ ભક્તો માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં ભગવાન શિવના પવિત્ર સ્વરૂપના હિમલિંગ તરીકે દર્શન થાય છે. આ ગુફામાં કુદરતી રીતે બરફમાંથી શિવજીનો લિંગ રૂપે આકાર બને છે, જેને શ્વેત લિંગમ કહેવામાં આવે છે. અમરનાથ યાત્રા એ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ જીવનમાં ધૈર્ય, સમર્પણ અને આસ્થાની પણ પરીક્ષા છે. કડકડતી ઠંડી, કપરુ ચઢાણ અને ઓક્સિજનની કમી હોવા છતા ભાવિ ભક્તો હર-હર મહાદેવના જયઘોષ સાથે આગળ વધે છે. આ યાત્રા તેમને આદ્યાત્મિક રીતે પણ મજબૂત કરી દે છે. આ યાત્રામાં જ્યારે અમર પક્ષીઓના દર્શન થાય છે તો તેમના માટે બાબા બર્ફાનીએ સ્વયં આપેલા દિવ્ય આશીર્વાદ હોય છે. અમરનાથ યાત્રાનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ અમરનાથ ગુફા વિશે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. અમરનાથની સૌથી પ્રસિદ્ધ કથા એવી છે કે અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમરતાનું રહસ્ય સંભળાવ્યુ હતુ. કથા અનુસાર જ્યારે માતા પાર્વતીએ શિવજીને અમર થવાનો ઉપાય પૂછ્યો તો શિવજી...
Published On - 1:30 am, Fri, 11 July 25