અયોધ્યાના દીપોત્સવમાં ફરી બન્યો વર્લ્ડ રેકોર્ડ, CM યોગીને મળ્યુ ‘ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’નું પ્રમાણપત્ર

|

Oct 23, 2022 | 11:13 PM

રામ કી પૈડી પર 15 લાખ જેટલા માટીના દીવડા પ્રગટાવીને નવો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records) બનાવવામાં આવ્યો છે. અયોધ્યામાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા પછી આજે છઠ્ઠી વાર અયોધ્યાના સરયૂ તટ પર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અયોધ્યાના દીપોત્સવમાં ફરી બન્યો વર્લ્ડ રેકોર્ડ, CM યોગીને મળ્યુ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર
Ayodhya Dipotsav sets world record
Image Credit source: Twitter

Follow us on

Ayodhya Dipotsav 2022 : દિવાળીના અવસર પર આજે આખી અયોધ્યામાં 18 લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ભગવાન શ્રી રામની અયોધ્યા નગરીને આજે દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રામ કી પૈડી પર 15 લાખ જેટલા માટીના દીવડા પ્રગટાવીને નવો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records) બનાવવામાં આવ્યો છે. અયોધ્યામાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા પછી આજે છઠ્ઠી વાર અયોધ્યાના સરયૂ તટ પર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તે માટેની તૈયારી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. દિવાળીના અવસરે વડાપ્રધાન મોદી પણ અયોધ્યા પહોચ્યા હતા. તેમણે નિર્માણાધીન રામ મંદિરનના દર્શન સહિત ભવ્ય દીપોત્સવ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને આતશબાજીનો નજારો પણ માણ્યો હતો.

અયોધ્યામાં દીપોત્સવમાં દરેક વખતે તેનો જ રેકોર્ડ તોડવામાં આવી રહ્યો છે. આ પહેલા વર્ષ 2021માં 12 લાખ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ દીપોત્સવની શરુઆત વર્ષ 2017થી કરવામાં આવી હતી. આ વર્ષે સરયૂ તટ પર 15 લાખ દીવડા પ્રગટાવીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

 

આ દીપોત્સવ એટલા માટે પણ ખાસ હતુ કારણ કે આ દીપોત્સવમાં ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પહોંચ્યા હતા. તેમની હાજરીને કારણે આ કાર્યક્રમની શોભા વધી હતી. વડાપ્રધાન મોદી આ પહેલા વર્ષ 2017માં દીપોત્સવ કાર્યક્રમમાં જોડાયા હતા. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પહેલા આ દીવડાઓની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ સરયૂના તટ પર સ્વંય સેવકો દ્વારા 15 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. નવો રેકોર્ડ બન્યો છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ બાદ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપવામાં આવ્યુ હતુ. આ અવસરે તેમણે આ પ્રમાણપત્ર અયોધ્યાના લોકોને સમર્પિત કર્યુ હતુ.

22 હજાર સ્વંય સેવકોની  મહેનત ફળી

છેલ્લા અઠવાડિયાથી અયોધ્યામાં આ દીપોત્સવ માટે કામ શરુ થયુ હતુ. દીપોત્સવ માટે દેશભરમાંથી દીવા આવી રહ્યા હતા. આ દીપોત્સવમાં 15 લાખ દીવડા પ્રગટાવવાનું સાહસ ભેરલુ કામ 22,000 સ્વંય સેવકોએ કર્યુ. તેમની આટલા દિવસની મહેનતને કારણે અયોઘ્યામાં આ નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો.

દેશભરમાંથી કલાકારો આવ્યા અયોધ્યા

દિવાળીના અવસરે દેશભરમાંથી કલાકારો અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્ય રજૂ કર્યા હતા. અયોધ્યાના રસ્તાઓ પર 16 જેટલી ઝાંખી પણ નીકળી હતી. આ અવસરે અયોધ્યાના રસ્તા પર અદ્દભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. કલાકારોએ પોતાના નૃત્ય દ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ.

સરયૂ તટ ઝગમગી ઉઠયુ

 


દીપોત્સવનો કાર્યક્રમ અયોધ્યાની સરયૂ નદીના કિનારો યોજાયો હતો. જ્યાં 15 લાખ દીવડા પ્રગટાવીને ભગવાન રામનું અયોધ્યામાં ફરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ અવસરે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી યોગી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ દીપોત્સવના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો

સરયૂૂ તટ પર દીપોત્સવની સાથે સાથે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાયો હતો. જેને જોવા હજારો લોકો હાજર રહ્યા હતા. સરયૂ તટ પર આ અવસરે અહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.

અયોધ્યાના આકાશમાં ભવ્ય આતાશબાજી

 

 

અયોધ્યામાં થતી દિવાળી દુનિયામાં સૌથી વધારે વિશેષ માનવામાં આવે છે. આ અવસરે ભવ્ય આતાશબાજી પણ જોવા મળી હતી. અયોધ્યામાં થયેલી આ દિવાળીના વીડિયો આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યા છે.

Next Article