મુસાફરોની વ્યાપક ફરિયાદ બાદ ઉડ્ડયન પ્રધાને દિલ્લી એરપોર્ટની લીધી ઓચિંતી મુલાકાત

|

Dec 12, 2022 | 11:54 AM

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાતની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, મુસાફરોની હાલાકી દૂર કરવા માટે એકશન પ્લાન ઘડયો છે. જે દિલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સાથે જરૂરી ચર્ચા કર્યા બાદ અમલમાં મુકાશે.

મુસાફરોની વ્યાપક ફરિયાદ બાદ ઉડ્ડયન પ્રધાને દિલ્લી એરપોર્ટની લીધી ઓચિંતી મુલાકાત
Civil Aviation Minister Jyotiraditya Scindia with officials at Delhi Airport
Image Credit source: ANI

Follow us on

દિલ્લી એરપોર્ટ પર મુસાફરોની વ્યાપક ભીડની ફરિયાદો વચ્ચે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા આજે અચાનક દિલ્લી એરપોર્ટની મુલાકાત લઈને મુસાફરોને પડતી હાલાકીની જાત માહિતી મેળવી હતી. છેલ્લા કેટલાક સમયથી દિલ્લી એરપોર્ટ પરથી આવતા અને જતા મુસાફરોએ સોશિયલ મીડિયા થકી ફરિયાદોનો ધોધ વહાવ્યો હતો. એરપોર્ટ ઉપર ભારે ભીડભાડ અને અવ્યવસ્થા હોવાની ફરિયાદોને પગલે, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંઘિયાએ આજે અચાનક જ દિલ્લી એરપોર્ટમાં મુસાફરોના લોંજની મુલાકાત લીધી હતી. સિંધિયાની મુલાકાતની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, મુસાફરોની હાલાકી દૂર કરવા માટે એકશન પ્લાન ઘડયો છે. જે દિલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સાથે જરૂરી ચર્ચા કર્યા બાદ અમલમાં મુકાશે.

દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હાલમાં ભારે ભીડ જોવા મળે છે. મુસાફરોએ એરપોર્ટ પર અસુવિધાને લઈને લાંબી કતારો લાગતી હોવાની ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. સોશિયલ મીડિયા થકી ફરિયાદ કરનારાઓમાં કેટલાક જાણીતા લોકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. જેના પગલે, ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોની ફરિયાદને ગંભીરતાથી લઈને, ત્વરીત ઉકેલની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

દિલ્હી એરપોર્ટ ખાતે મુસાફરોની ભારે ભીડભાડ અને લાંબી કતાર અંગે સોશિયલ મીડિયા થકી થઈ રહેલ વ્યાપક ફરિયાદને પગલે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓના કાફલા સાથે દિલ્લી એરપોર્ટના ટર્મિનલ ત્રણની ઓચિંતી મુલાકાત લીધી હતી.

Next Article