કાશ્મીરના સોનમર્ગમાં હિમપ્રપાત, પર્વત પરથી બે બાજુએ ધસી આવ્યો બરફ, જુઓ ભયાનક video

|

Jan 15, 2023 | 6:50 AM

સોનમર્ગમાં હિમપ્રપાતનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે, અહીં પર્વત પરથી બરફ બે બાજુથી નીચે ધસતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

કાશ્મીરના સોનમર્ગમાં હિમપ્રપાત, પર્વત પરથી બે બાજુએ ધસી આવ્યો બરફ, જુઓ ભયાનક video
Sonmarg Avalanche
Image Credit source: Social Media

Follow us on

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં શનિવારે એક ભયાનક હિમપ્રપાતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. છેલ્લા બે દિવસમાં જમ્મુ કાશ્મીર રાજ્યમાં હિમપ્રપાતની આ બીજી ઘટના છે. આ હિમપ્રપાત એક કન્સ્ટ્રક્શન કંપનીની બેરેક પાસે થયો છે. જ્યા હિમપ્રપાત થયો ત્યાં ઘણા લોકો હાજર હતા. જેઓ સાઇટ પર કામ કરી રહ્યા હતા. હિમપ્રાપાતને લઈને બધા વચ્ચે નાસભાગ મચી ગઈ હતી. કન્સ્ટ્રક્શન કંપનીના જનરલ મેનેજર હરપાલ સિંહે પુષ્ટિ કરી છે કે, હિમપ્રપાત થવા છતા કન્સ્ટ્રક્શન સાઈટના તમામ કામદારો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જ્યારે આ હિમપ્રપાત થઈ રહ્યો હતો ત્યારે બેરેકની પાસે ઘણા લોકો હાજર હતા. હિમપ્રપાત જોઈને તે લોકો ગભરાઈ ગયા છે. તે તરત જ દોડવા લાગે છે. કેટલાક લોકો તો ભયના માર્યા બૂમો પણ પાડી રહ્યા છે. હિમપ્રપાત સ્વરૂપે ત્રાટકેલી બરફની આ સુનામીએ કન્સ્ટ્રક્શન કંપનીની બેરેકને સંપૂર્ણપણે ઘેરી લીધી હતી. અંદર ફસાયેલા કામદારોને બહાર આવવા માટે રાહ જોવી પડી હતી. હિમપ્રપાત બાદ આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. દરમિયાન, વહીવટીતંત્રે લોકોને તેમના ઘરના દરવાજા બંધ રાખવા જણાવ્યું છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

કાશ્મીર ખીણમાં ખૂબ જ જોરદાર પવન પણ ફૂંકાયો હતો, ત્યારબાદ લોકોને તેમના ઘરના દરવાજા બંધ રાખવાની સલાહ આપવામાં આવી હતી. જેથી બરફનું તોફાન કોઈને નુકસાન ના પહોચાડી શકે. આ દરમિયાન એટલી બધી હિમવર્ષા થઈ હતી કે,કન્સ્ટ્રક્શન કંપનીની બેરેકની છત પર બરફની જાડી ચાદર સર્જાઈ ગઈ હતી. આ પહેલા સોનમર્ગમાં હિમપ્રપાતને કારણે બે મજૂરોના મોત થયા હતા. હિમપ્રપાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, આ હિમપ્રપાતનો વીડિયો સોનમર્ગના બાલતાલમાં બતાવવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, આ હિમપ્રપાતનો વીડિયો સોનમર્ગના બાલતાલમાં બનાવવામાં આવ્યો છે. જે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સ્થિત છે. શુક્રવારે ભારે હિમવર્ષાને પગલે સત્તાવાળાઓએ કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી જાહેર કરી હતી. કાશ્મીર હાલમાં ‘ચિલ્લાઇ કલાન’ ચાલી રહી છે. જે 40 દિવસનો સૌથી ઠંડા હવામાનનો સમયગાળો છે. ચિલ્લાઇ કલાન’ દરમિયાન હિમવર્ષાની સંભાવના મહત્તમ હોય છે.

Next Article