હાલના સમયનો એક માત્ર ચર્ચિત કેસ આરોપી અતિક અહેમદનો છે જેને હત્યા અપહરણ કેસમાં ગુજરાતથી ફરી પ્રયાગરાજ લઈ જવાઈ રહ્યો છે. ત્યાંની કોર્ટમાં હાજર કર્યા બ તેને ફરી ગુજરાત લાવવામાં આવશે.
યુપી થી આતિક અહેમદ ને ગુજરાત સાબરમતી જેલાં લાવવામાં આવ્યો હતો. કારણકે યુઈમાં રહી ને જેલમાં પણ બેસીને સમગ્ર સંચન કરવાની ક્ષમતા આ આરોપી ધરાવતો હતો. જેલાં બેસી આરોપી અતીક અહેમદ મર્ડર, અપહરણ સહિતનું રેકેટ ચલાવતો હોવાની વાત બહાર આવી હતી.
જેલમાં હોવા છતાં પોલીસના નાકે દમ કરનાર આતિક અહેમદને અંતે ગુજરાતની સૌથી મોટી જેલ સાબરમતી જેલમાં મોકલવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેને સાબરમતી મોકલવામાં આવ્યો હતો. હાલ આરોપી આતિક અહેમદ પર હત્યા, હત્યાનો પ્રયાસ, ફોજદારી ધાકધમકી અને હુમલા સહિતના 180થી વધુ કેસો છે.
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલો અતિક અહેમદ, ગુજરાતની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે તેને હાલ ફરી ઉતરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે. આતિક અહેમદ 24 ફેબ્રુઆરીએ થયેલી હત્યાને લઈને ઉત્તર પ્રદેશમાં ચર્ચામાં આવ્યો હતો. યુપી પોલીસે અતીક, તેની પત્ની શાઇસ્તા પરવીન, તેમના બે પુત્રો, તેના નાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી.
ઉપરાંત, પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલા આતિકના એક સગાની મિલકતને તોડી પાડી હતી. આ ઘર ખાલિદ જાફરનું હોવાનું કહેવાય છે અને શાઇસ્તા હાલમાં ત્યાં રહેતી હતી. પ્રયાગરાજમાં અતીકનું પોતાનું ઘર હતું જેને સપ્ટેમ્બર 2020માં તેની સામે વહીવટી કાર્યવાહીના ભાગરૂપે તોડી પાડવામાં આવ્યું હતું.
હાલ અતિક અહેમદને ઉમેશ પાલ અપહરણ અને હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તેને પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે અતીક 180 થી વધુ ફોજદારી કેસોમાં આરોપી છે, જેમાં સૌથી તાજેતરનો કેસ ઉમેશ પાલની અપહરણ અને હત્યાનો છે, જણે લઈ તેને હાલ યુપી પોલીસને સોંપવામાં આવ્યો છે.
જેલમાં રહી વ્હોટ્સએપ કોલ દ્વારા અતીક સમગ્ર સંચાલન કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો. આતિકે પોલીસ રેકોર્ડમાં સ્થાન મેળવનાર પરિવારના એકમાત્ર સભ્ય તરીકે શરૂઆત કરી. પરંતુ ટૂંક સમયમાં પરિવારના અન્ય લોકો પણ પોલીસની ઝપેટમાં આવી ગયા. પોલીસના રેકોર્ડ મુજબ અતીકના નાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ સામે 40થી વધુ ગુનાહિત કેસ પેન્ડિંગ હતા.