Delhi Heavy Rain : દિલ્હીમાં ભારે વરસાદના કારણે 10થી વધુ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ, મુસાફરો પરેશાન પણ જનતા ખુશ

દિલ્હી એરપોર્ટ (Delhi Airport)પરથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું કે, ઘણી ફ્લાઈટ્સનું સંચાલન ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં, મુસાફરો તેમની એરલાઇનનો સંપર્ક કરે છે અને ત્યાંથી અપડેટ માહિતી મેળવી શકે છે.

Delhi Heavy Rain : દિલ્હીમાં ભારે વરસાદના કારણે 10થી વધુ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ, મુસાફરો પરેશાન પણ જનતા ખુશ
દિલ્હીમાં ભારે વરસાદના કારણે 10થી વધુ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ
Image Credit source: file photo
| Edited By: | Updated on: May 23, 2022 | 4:38 PM

Heavy Rain In Delhi : ખરાબ હવામાનને કારણે દિલ્હી આવતી અંદાજે 19 ફ્લાઈટોને જયપુર, લખનૌ, ઈન્દોર, અમૃતસર અને મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. ડઝનબંધ ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે અને મુસાફરોને પણ યોગ્ય માહિતી મળી રહી નથી. દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પ્રશાસનની નિષ્ફળતા અને એરલાઈન્સના ગેરવહીવટના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. શનિવારે પણ ઘણી આંતરરાષ્ટ્રીય અને (Domestic flights) દિલ્હીથી ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારે વરસાદ (Heavy Rain) અને ખરાબ હવામાનને કારણે આ ફ્લાઈટોના રૂટ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ વરસાદને કારણે દિલ્હીનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

દિલ્હી એરપોર્ટ પરથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું કે, ઘણી ફ્લાઈટ્સનું સંચાલન ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં, મુસાફરો તેમની એરલાઇનનો સંપર્ક કરે છે અને ત્યાંથી અપડેટ માહિતી મેળવી શકાય છે.

દિલ્હીનું તાપમાન ઘટી રહ્યું છે

જો કે વરસાદના કારણે ફ્લાઈટ સંચાલનને લઈને મુશ્કેલી પડી છે, પરંતુ લોકોને તેનાથી મોટી રાહત મળી છે. દિલ્હીમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો હતો. દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં રેકોર્ડ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે, જે સફદરજંગ વેધશાળા દ્વારા માપવામાં આવ્યું છે. વરસાદને કારણે મંગળવાર સુધીમાં તાપમાનનો પારો ઘટીને 37 ડિગ્રી સુધી પહોંચી જશે.

90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

 

દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં આવેલા બદલાવને કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ સાથે વરસાદ બાદ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.

નબળા બાંધકામને નુકસાન થઈ શકે છે

 

 

હવામાન વિભાગે એક ટ્વીટમાં જણાવ્યું છે કે ભારે પવન સાથે વરસાદ આગામી કેટલાક કલાકો સુધી ચાલુ રહેશે. આ દરમિયાન 90 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની પણ આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નબળા બાંધકામ, કાચાના મકાનો, દીવાલો અને ઝૂંપડાઓને નુકસાન થઈ શકે છે.