એક તરફ દેશ આર્થિક મંદી અને મોંઘવારી સામે લડી રહ્યો છે. ત્યાં બીજી બાજુ મોંઘવારી હજુ પણ વધે તેવા સંકેત મળી રહ્યા છે. 18મી ડિસેમ્બર જીએસટી કાઉન્સીલની બેઠક થવાની છે. જેમાં કેટલીક વસ્તુઓ પર જીએસટીના દરો વધારવામાં આવી શકે છે. જેના કારણે સામાન્ય લોકો પર તેની સીધી અસર થશે. કેમ કે રોજબરોજ ઉપયોગમાં લેવાનારી વસ્તુઓ પર હવે સરકાર ટેક્સ વધારી શકે છે.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કચ્છના સફેદ રણની મુલાકાતે
આર્થિક સુસ્તી અને મોંઘવારીના સમયમાં સામાન્ય વ્યક્તિ પીસાઇ રહ્યો છે. અને હજુ પણ વધુ પીસાવા લોકોએ તૈયાર રહેવું પડશે. સરકાર રોજબરોજની વસ્તુઓ પર ટેક્સ વધારવાના મુડમાં છે. 18મી ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે. આ બેઠકમાં રોજબરોજની વસ્તુઓ જે 5 ટકાના સ્લેબમાં આવે છે, તેના પર જીએસટી 6 થી 8 ટકા થઇ શકે છે. જેથી સામાન્ય લોકોના બજેટ પર તેની સીધી અસર થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જીએસટીના 5 ટકાના સ્લેબમાં 27 વસ્તુઓ છે, આ 27 વસ્તુઓ પર જીએસટી 6 થી 8 ટકા થઇ જતા આ વસ્તુઓ મોંઘી થઇ શકે છે. આ વસ્તુઓમાં ચા, કોફી, ફ્રોજન શાકભાજી, પ્રોસેસ્ડ મસાલા, રસ્ક, દવાઓ, સોયાબીન, ખાદ્ય તેલ, માચિસ, દૂધ પાઉડર, બ્રાન્ડેડ પનીર જેવી ખાદ્ય ચીજો છે. આ ઉપરાંત સ્ટીલના વાસણો, એપરલ, સુતરના દોરા, ઇલેક્ટ્રિક વાહન જેવી વસ્તુઓ પણ 5 ટકાના સ્લેબમાં આવે છે.
આ એવી વસ્તુઓ છે જે લોકો રોજબરોજ ઉપયોગ કરે છે.. સરકારી આંકડાઓ અનુસાર રાજ્યોને થનારા નુકસાનની ભરપાઇ કરવા માટે સરકારને દર મહિને 14 હજાર કરોડ રૂપિયા જોઇએ. જેની ભરપાઇ કરવા માટે હવે સરકાર રોજબરોજની વસ્તુઓ પર ટેક્સ વધારીને વસૂલ કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો