આસામમા CM હિમંત બિશ્વા સરમાનો મોટો દાવો, કહ્યું કે આસામમાં કોંગ્રેસને તે જ ચલાવે છે !

એક ઈન્ટરવ્યુમાં સરમાએ કહ્યું હતું કે મેં મારા જીવનના 22 વર્ષ કોંગ્રેસમાં વેડફ્યા. કોંગ્રેસમાં આપણે પરિવારની પૂજા કરીએ છીએ અને ભાજપમાં આપણે રાષ્ટ્રની પૂજા કરીએ છીએ. કોંગ્રેસ પાસેથી હવે કોઈ આશા નથી

આસામમા CM હિમંત બિશ્વા સરમાનો મોટો દાવો, કહ્યું કે આસામમાં કોંગ્રેસને તે જ ચલાવે છે !
Assam CM Himant Bishwa Sarma (File)
| Edited By: | Updated on: Dec 15, 2022 | 7:20 AM

કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)માં આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ આસામમાં 50 ટકા કોંગ્રેસ ચલાવે છે. તેમણે ખુલાસો કર્યો કે કોંગ્રેસના ઘણા નેતાઓ તેમના મિત્રો છે અને તેઓ તેમની પાસે સલાહ લેવા આવે છે. સરમાએ કહ્યું કે મેં કોંગ્રેસમાં 22 વર્ષ વિતાવ્યા છે. ભલે હું અત્યારે ભાજપમાં જોડાઈ ગયો છું, પરંતુ તેમની સાથેનો મારો સંબંધ રાતોરાત ખતમ નહીં થાય. મારા ઘણા મિત્રો અને યુવાનો છે જેમને હું રાજકારણમાં લાવ્યો છું. તેમણે મારી પાસે સલાહ માગી અને તેના માટે મે ફી નથી લીધી.

એક ચેનલ સાથે વાત કરતા સરમાએ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ વિશે વાત કરતા કહ્યું કે શું તમને નથી લાગતું કે કોઈપણ ચૂંટણીમાં તમારે તમારા મુખ્ય વિપક્ષની વાત કરવી જોઈએ? આસામમાં હવે ચૂંટણી નથી તો રાહુલ ગાંધીની વાત શા માટે કરવી? તે આગળ કહે છે કે તેણે આસામમાં ભારત જોડો યાત્રા કરવી જોઈએ. આમાં ખોટું શું છે, જે રીતે અમે મહારાષ્ટ્રના મંત્રીઓને સુરક્ષા આપી છે, તે જ રીતે અમે તેમને સુરક્ષા આપી રહ્યા છીએ? ખડગે આવતીકાલે આવી રહ્યા છે અને અમે તેમને પણ સુરક્ષા પુરી પાડી રહ્યા છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તે અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ચીન સાથેની અથડામણને લઈને સંસદમાં તમાશો બનાવવા માંગે છે. આ મુદ્દા પર વધુ ચર્ચા થવી જોઈએ નહીં અને જાહેરમાં તેની વધુ ચર્ચા કરવી જોઈએ નહીં કારણ કે જ્યારે તમે આવી બાબતોની ચર્ચા કરો છો, ત્યારે ચીનીઓ પણ ચર્ચાને ધ્યાનથી સાંભળશે અને તેઓ આ ચર્ચાઓના આધારે વ્યૂહરચના બનાવશે.

શર્માએ કહ્યું કે આવા નાજુક સમયે વિપક્ષ માટે આ ચર્ચાને એક લીટીમાં ખતમ કરી દે તે સારું છે કે અમે અમારી સેના સાથે ઉભા છીએ. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સરમાએ કહ્યું હતું કે મેં મારા જીવનના 22 વર્ષ કોંગ્રેસમાં વેડફ્યા. કોંગ્રેસમાં આપણે પરિવારની પૂજા કરીએ છીએ અને ભાજપમાં આપણે રાષ્ટ્રની પૂજા કરીએ છીએ. કોંગ્રેસ પાસેથી હવે કોઈ આશા નથી. જો કોઈ મને કહે કે તે કોંગ્રેસ છોડવા માંગે છે તો હું તેને તરત જ તેમ કરવાની સલાહ આપીશ.

Published On - 7:18 am, Thu, 15 December 22