જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટના આદેશ પર ભડક્યા ઓવૈસી, ASI પર લગાવ્યા આ મોટા આરોપ

|

Apr 09, 2021 | 12:33 PM

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે આ હુકમની માન્યતા શંકાસ્પદ છે. આ ઉપરાંત ઓવૈસીએ ASI પર પણ આરોપ લગાવ્યો છે.

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટના આદેશ પર ભડક્યા ઓવૈસી, ASI પર લગાવ્યા આ મોટા આરોપ
જ્ઞાનવાપી મસ્જિદ કેસ

Follow us on

વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લગતા કેસમાં વિવાદિત જગ્યાના પુરાતત્ત્વીય સર્વેનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે. હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ કોર્ટના નિર્ણયની માન્યતા પર શંકા વ્યક્ત કરી છે. ઓવૈસીએ આશંકા જતાવી છે કે ઇતિહાસ ફરી એકવાર પુનરાવર્તિત થશે.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે આ હુકમની માન્યતા શંકાસ્પદ છે. બાબરીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદામાં કોઈ પણ ટાઈટલની ફાઈન્ડીંગ ASI દ્વારા પુરાતત્ત્વીય તારણોને આધારે કરી ન શકાય. ઓવૈસીએ ASI પર પણ આરોપ લગાવ્યો છે કે તે હિન્દુત્વના તમામ પ્રકારનાં જુઠ્ઠાણા માટે મિડવાઇફની ભૂમિકા ભજવે છે. કોઈ પણ તેનાથી નિષ્પક્ષતાની ન્યાયીપણાની અપેક્ષા રાખતું નથી.

ઓવૈસીએ કહ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મસ્જિદ સમિતિએ તાત્કાલિક આ હુકમની અપીલ કરવી જોઈએ અને અન પર સુધારો કરાવવો જોઈએ, ઓવૈસીએ કહ્યું કે એએસઆઈ ફક્ત છેતરપિંડીનું પાપ કરશે અને બાબરી કેસની જેમ ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને મસ્જિદની પ્રકૃતિ બદલવાનો કોઈ અધિકાર નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઉલ્લેખનીય છે કે ગુરુવારે વારાણસીની સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક સિવિલ કોર્ટે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લગતા કેસમાં વિવાદિત જગ્યાના પુરાતત્ત્વીય સર્વેનો આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો છે કે તે પોતાના ખર્ચે સર્વે કરે.

આ કેસના અરજદાર વિજય શંકર રસ્તોગીએ જણાવ્યું છે કે સર્વેમાં લઘુમતી સમુદાયના બે સભ્યો સહિત ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણના પાંચ પ્રખ્યાત પુરાતત્ત્વવિદોને સામેલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વર્ષ 2019 માં સિવિલ કોર્ટમાં તેમણે સ્વયંભૂ ભગવાન વિશ્વેશ્વર કાશી વિશ્વનાથ વતી અરજી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ વિશ્વેશ્વર મંદિરનો એક ભાગ છે.

 

આ પણ વાંચો: બળાત્કારની સજા ભોગવી રહેલા કુલદીપ સેંગરની પત્નીને ભાજપે આપી ટિકિટ, બનાવ્યા જિલ્લા પંચાયતના ઉમેદવાર

આ પણ વાંચો: West Bengal Election: ભાષણમાં કોમી સ્વરને લઈને ફસાયા ભાજપ નેતા, સુવેન્દુ અધિકારીને EC એ ફટકારી નોટીસ

Next Article