
Umesh Pal Murder Case: ઉમેશ પાલ મર્ડર કેસમાં ઉત્તર પ્રદેશમાંથી મોટો ખુલાસો થયો છે. STFએ માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર મોહમ્મદ ગુલામને એન્કાઉન્ટરમાં માર્યા છે. ઉમેશ હત્યા કેસમાં બંનેના માથા પર 5-5 લાખનું ઈનામ હતું. આ એન્કાઉન્ટરની સાથે, #YogiKaNayaUP ટ્વિટર પર ટોચ પર છે. લોકો કહી રહ્યા છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિલકુલ સાચું કહ્યું હતું.
અસદના એન્કાઉન્ટર વચ્ચે, ટ્વિટર પર #Encounter, #AtiqAhmed, #YogiKaNayaUP અને #AtiqAhmed હેશટેગ્સ સાથે ટ્વિટર વપરાશકર્તાઓ તરફથી ટિપ્પણીઓનો પૂર આવ્યો છે. યુઝર્સ તેને ‘યોગીનું નવું યુપી’ કહી રહ્યા છે. આ સાથે ગૃહમાં આપવામાં આવેલ સીએમ યોગીનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે- ‘અમે માફિયાઓને માટીમાં ભેળવીશું’.
આ પણ વાંચો : અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું યુપી પોલીસે કર્યુ એન્કાઉન્ટર, શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…