Asad Ahmad Encounter : લોકોની હત્યા કરનારા ડોનને લાગ્યો ડર, મરતા સમયે એવી હાલત થઈ કે પેન્ટ થઈ ગયું ભીનું

|

Apr 13, 2023 | 6:39 PM

ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને અશરફને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને બીજી તરફ યુપીમાં અતીકના પુત્ર અસદ અને તેનો સાથી શૂટર મોહમ્મદને ઢેર કરવામાં આવ્યા હતા.

Asad Ahmad Encounter : લોકોની હત્યા કરનારા ડોનને લાગ્યો ડર, મરતા સમયે એવી હાલત થઈ કે પેન્ટ થઈ ગયું ભીનું
Asad Ahmed Encounter

Follow us on

ઉમેશ પાલ હત્યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું આજે યુપી STFએ એન્કાઉન્ટર કરી દીધું છે. આ સાથે ગોળીબાર કરનાર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો છે. એક તરફ ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને અશરફને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને બીજી તરફ યુપીમાં અતીકના પુત્ર અસદ અને તેનો સાથી શૂટર મોહમ્મદને ઢેર કરી દેવામાં આવ્યા હતા.

મોતથી ડર્યા માફિયા

અસદ અને મહોમ્મદના એન્કાઉન્ટર બાદ તેમના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એન્કાઉન્ટર સમયે યુપી એસટીએફના ઘેરામાં આવી જતા ત્યાંને ત્યાં તે બન્નેનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન પોલીસથી ડરેલા મહોમ્મદની એન્કાઉન્ટર સમયે પેન્ટ ભીની થઈ ગઈ હતી. ત્યારે બેરહેમીથી લોકોને મોતને ઘાટ ઉતારી દેનાર માફિયા ડોનનો જ્યારે ખુદ મરવાનો વારો આવ્યો ત્યારે તેની પેન્ટ ભીની થઈ ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

જો કે યુપી પોલીસને એક મોટી સફળતા મળી છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં સંડોવાયેલા પાંચમાંથી બે શૂટરોને ઠાર કરવામાં આવ્યા હતા. UP STFએ ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કર્યું છે. આ સાથે જ ઉમેશ પાલની હત્યા કરનાર મોહમ્મદ ગુલામનું પણ એન્કાઉન્ટર કર્યું છે.

બંને શૂટર પરીચા ડેમના વિસ્તારમાં છુપાયા હતા

કહેવામાં આવી રહ્યું છે કે અસદ અને મોહમ્મદ ગુલામ આજે ઝાંસીના બડા ગામ અને ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારની વચ્ચે પરિચા ડેમના વિસ્તારમાં છુપાયેલા હતા. યુપી એસટીએફના એડીજી અમિતાભ યશે કહ્યું કે અસદ અને ગુલામને જીવતા પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ એસટીએફની ટીમ પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ તેઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. 12 પોલીસકર્મીઓની ટીમે એન્કાઉન્ટર કર્યું હતું.

STF અસદ અને ગુલામ સુધી કેવી રીતે પહોંચી?

તાજેતરમાં, પ્રયાગરાજ પોલીસ અને યુપી એસટીએફએ ઝાંસીથી શૂટરોના બે મદદગારોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ઝાંસીમાં અતિક અહેમદના જૂના નજીકના મિત્રએ અસદ અને મોહમ્મદ ગુલામને આશ્રય આપ્યો હતો. આ પછી યુપી એસટીએફએ ઝાંસી નજીક તેની સર્વેલન્સ ટીમને સક્રિય કરી.

Next Article