ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતીથી જીત મેળવીને પોતાની સરકાર બનાવી છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો મળી છે. આ સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ AAPના નેતાઓ તેને ગુજરાતમાં પાર્ટીનું સંતોષકારક પ્રદર્શન માની રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સ્વીકાર્યું છે કે ગુજરાતની ચૂંટણીમાં 5 બેઠકો પણ જીતવી એ સરળ કામ નહોતું. તેમણે કહ્યું કે આ કામ બળદમાંથી દૂધ કાઢવા જેવું હતું.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાત ભાજપનો ગઢ છે. વર્ષોથી અહીં આ પાર્ટીનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ ત્યાં પાંચ બેઠકો જીતી છે. આ ચૂંટણીમાં પાર્ટીને કુલ વોટના 13 ટકા વોટ શેર મળ્યા હતા તેથી પાર્ટીનું ખરાબ પ્રદર્શન નથી. કેજરીવાલે કહ્યું કે હાલમાં જ કોઈ ગુજરાત ચૂંટણી વિશે વાત કરી રહ્યું હતું, તો તેણે મને કહ્યું કે તમે બળદમાંથી પણ દૂધ કાઢીને લાવ્યા છો. લોકો ગાયમાંથી દૂધ કાઢે છે.
“गाय से दूध सारे निकालते हैं हम बैल से दूध निकाल ले आए”
दिल्ली के CM अरविंद केजरीवाल ने कहा- “कितना मुश्किल था, लेकिन पहली बार में 14 प्रतिशत वोट शेयर और 5 MLA।”#gujrat @ArvindKejriwal pic.twitter.com/Ua9Kj5MLsa— TV9 Uttar Pradesh (@TV9UttarPradesh) December 19, 2022
સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ચીનને ‘શિક્ષા’ કરવાને બદલે મોદી સરકાર પાડોશી દેશ પાસેથી મોટા પ્રમાણમાં આયાતની મંજૂરી આપીને બેઇજિંગને ‘પુરસ્કાર’ આપી રહી છે. જ્યારે ભારતીય સૈનિકો મજબૂત રીતે ચીની સૈનિકો સામે લડે છે અને પોતાનો જીવ પણ આપી દે છે. આવી સ્થિતિમાં આપણે ચીનથી આયાત વધારી રહ્યા છીએ.
સીએમએ કહ્યું કે ગત નાણાકીય વર્ષ 2020-21માં ચીનમાંથી 65 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2021-22માં ભારતે ચીનમાંથી 95 અબજ ડોલરના માલની આયાત કરી હતી. આવી સ્થિતિમાં તેમણે કહ્યું, જે દિવસે આપણે આયાત કરવાનું બંધ કરી દઈએ ત્યારે ચીન બોધપાઠ લેશે.
અરવિંદ કેજરીવાલે વધતી મોંઘવારી અને બેરોજગારી માટે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે જનતાને રાહત આપવાનો તેનો કોઈ ઈરાદો નથી. તેમણે દાવો કર્યો કે, કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર હેઠળ લોકો વધતી મોંઘવારી, બેરોજગારીથી કંટાળી ગયા છે. દિલ્હીની AAP સરકારે બતાવ્યું છે કે, મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે અને નોકરીઓનું સર્જન પણ કરી શકાય છે.
Published On - 12:36 pm, Mon, 19 December 22