મોહાલીની ખાનગી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં નહાતી વિદ્યાર્થિનીઓનો વીડિયો ઉતારનારની ધરપકડ

મોહાલી એસએસપીએ આત્મહત્યાના પ્રયાસના કોઈપણ કેસનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આત્મહત્યાના પ્રયાસનો એક પણ મામલો અમારા ધ્યાન પર આવ્યો નથી.

મોહાલીની ખાનગી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં નહાતી વિદ્યાર્થિનીઓનો વીડિયો ઉતારનારની ધરપકડ
chandigarh university mms case, girl student arrest
| Edited By: | Updated on: Sep 18, 2022 | 12:21 PM

મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં (University) થયેલા હંગામા બાદ એસએસપી વિવેક સોના ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ મામલામાં એફઆઈઆર નોંધ્યા બાદ આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસે પૂરતા પુરાવા છે, પરંતુ હજુ કેટલાક પુરાવા એકઠા કરવાના છે. તેણે કહ્યું કે આરોપી આ વીડિયો કોને મોકલતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. પંજાબમાં મોહાલીની ખાનગી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં (Girls Hostel) નહાતી વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવવાને લઈને ભારે હોબાળો થયો છે. આ સંદર્ભે, શનિવાર સાંજથી, વિદ્યાર્થીનીઓએ કેમ્પસમાં વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, જે રવિવારે સવારે પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કર્યા પછી સમાપ્ત થયું હતું. આ દરમિયાન જિલ્લાના એસએસપીએ જણાવ્યું કે, ઘરપકડ કરાયેલ યુવતી, નહાતી વિદ્યાર્થીઓનો વીડિયો બનાવીને ક્યાં મોકલતી હતી તેની તપાસ હાથ ધરાશે.

મોહાલીના SSP વિવેક સોની રવિવારે સવારે યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા હતા. અહીં તેમણે જણાવ્યું કે આ મામલામાં એફઆઈઆર નોંધ્યા બાદ આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસે પૂરતા પુરાવા છે, પરંતુ હજુ કેટલાક પુરાવા એકઠા કરવાના છે. આ સાથે SSPએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી આ વીડિયો બનાવીને શિમલાના એક વ્યક્તિને મોકલતો હતો. અમે આ મામલે પણ તપાસ કરી રહ્યા છીએ અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વીડિયો શા માટે ત્યાં મોકલવામાં આવ્યો હતો.

દરમિયાન, એસએસપીએ આત્મહત્યાના કોઈપણ કેસનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આત્મહત્યાના પ્રયાસનો એક પણ મામલો અમારા ધ્યાન પર આવ્યો નથી. આ મામલામાં IPCની કલમ 354C અને IT એક્ટ 66A અને 67A હેઠળ FIR નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ કે શનિવારે સાંજે લગભગ 7.30 વાગે યુનિવર્સીટી હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે એક વિદ્યાર્થીએ નહાતી વખતે તેનો વીડિયો બનાવ્યો. વિદ્યાર્થિનીઓના હંગામાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ટ્વિટ કર્યું છે. ચઢ્ઢાએ કહ્યું છે કે ચંદીગઢ યુનિવર્સિટીમાં બનેલી ઘટના ખૂબ જ શરમજનક છે. પંજાબ સરકાર ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. હું બધાને શાંતિ જાળવવા અપીલ કરું છું. અમે બધા તમારી સાથે છીએ અને ન્યાય થશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું છે કે ચંદીગઢ યુનિવર્સિટીમાં એક છોકરીએ ઘણી વિદ્યાર્થીનીઓના વાંધાજનક વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યા છે. આ ખૂબ જ ગંભીર અને શરમજનક છે. આમાં સામેલ તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળશે. પીડિત યુવતીઓમાં હિંમત છે. અમે બધા તમારી સાથે છીએ. બધા ધીરજથી કામ લે.