Modi Foreign Tour : PM નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ, ભારત-ભારતીયતા અને 140 કરોડ ભારતીયો માટે ગર્વની વાતઃ અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ પર કહ્યું છે કે, આ આપણા બધા ભારતીયો માટે ગર્વની વાત છે. PM મોદી 6 દિવસની વિદેશ યાત્રા કરી ભારત પરત ફર્યા છે.

Modi Foreign Tour : PM નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ, ભારત-ભારતીયતા અને 140 કરોડ ભારતીયો માટે ગર્વની વાતઃ અનુરાગ ઠાકુર
Image Credit source: Google
| Edited By: | Updated on: May 25, 2023 | 8:16 PM

New Delhi: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 6 દિવસના વિદેશ પ્રવાસ વિશે કહ્યું છે કે, આ પ્રવાસ ભારત, ભારતીયતા અને 140 કરોડ ભારતીયો માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં વૈશ્વિક રાજકારણમાં જે રીતે ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચા થઈ રહી છે તે સામાન્ય નથી. તેમણે કહ્યું કે ભારત મજબૂત થઈ રહ્યું છે અને પીએમ મોદીનો તાજેતરનો વિદેશ પ્રવાસ તેની સાક્ષી આપે છે.

આ પણ વાચો: PM નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના લોકતંત્રના વખાણ કર્યા, નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ વિપક્ષ પર કર્યા પ્રહાર

અનુરાગ ઠાકુરે કહ્યું કે, એક સમય એવો હતો કે જ્યારે પશ્ચિમના દેશો બીજા દેશોમાં પોતાનો દબદબો કરતા હતા, પરંતુ આજનો યુગ બદલાઈ ગયો છે અને તે પ્રભાવ હવે ભારતના વડાપ્રધાનનો થઈ ગયો છે. તેમણે કહ્યું કે G7 દેશોમાં જવું અને ભારતના પ્રતિનિધિ તરીકે જવું અને ત્યાં અસરકારક રીતે રજૂઆત કરવી, બે ડઝન દેશોના વડાને મળવું, અન્ય ઉદ્યોગપતિઓ, કલાકારો, સાહિત્યકારો અને અન્ય મોટી હસ્તીઓને મળવું અને ભારત વિશે વાત કરવી મહત્વપૂર્ણ છે. PM મોદી જોડવાનું કામ કરે છે. તેના સારા પરિણામો આપણે ભવિષ્યમાં જોઈશું.

ઓસ્ટ્રેલિયાના પીએમએ, પીએમ મોદીને ‘ધ બોસ’ કહીને સંબોધ્યા

અન્ય દેશોના વડાઓમાં પીએમ મોદીની લોકપ્રિયતા પર તેમણે કહ્યું કે તાજેતરમાં જ જાપાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના સન્માનમાં શબ્દો કહ્યા હતા, જ્યારે પાપુઆ ન્યુ ગિનીના પીએમએ જે રીતે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને ત્યારથી ઓસ્ટ્રેલિયાના પીએમએ, પીએમ મોદીને ‘ધ બોસ’ કહીને સંબોધ્યા છે, તે ઐતિહાસિક છે. આ વસ્તુઓ દરેક ભારતીયને સન્માન આપનારી છે.

 

 

2 કલાકમાં જ સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં જોડાયા

અનુરાગ ઠાકુરે કહ્યું કે વૈશ્વિક સ્તરે પીએમ મોદીને જે સન્માન આપવામાં આવી રહ્યું છે તે માત્ર તેમના માટે જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોના પ્રતિનિધિ માટે પણ ભારત અને ભારતીયોનું સન્માન છે. તેમણે કહ્યું કે પીએમ મોદી વૈશ્વિક સ્તરે ભારતને સતત નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. પીએમ મોદી વિશે અનુરાગે કહ્યું કે, 6 દિવસની વિદેશ મુલાકાત બાદ તેઓ ભારત પાછા આવ્યા અને માત્ર 2 કલાકમાં જ સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં જોડાયા. તેણે કહ્યું કે આ તે પોતાનામાં જ મોટી વાત છે, તેઓ થાકતા નથી અને અટકતા પણ નથી.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો