Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

|

Aug 19, 2021 | 3:01 PM

કેન્દ્રીય યુવા રમત અને માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રા આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ હિમાચલ ભવનથી શરૂ થઈ. જેમાં પરવાનુમાં અનુરાગ ઠાકુરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.

Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત
Anuragh Thakur

Follow us on

Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ પ્રદેશના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ સહિત ઘણા નેતાઓ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રા માટે હિમાચલ ભવન પહોંચ્યા હતા. ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો. રાજીવ બિંદલ, મંત્રી સુખરામ ચૌધરી, ધારાસભ્ય રીના કશ્યપ, જિલ્લા પ્રમુખ વિનય ગુપ્તા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ સિંહ, સંજીવ કટવાલ, બળદેવ તોમર સહિત કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી બન્યા બાદ અનુરાગ ઠાકુર (Anurag Thakur) પાંચ દિવસના પ્રવાસ માટે પ્રથમ વખત હિમાચલ આવ્યા  છે. સિરમૌર જિલ્લાના નેતાઓ દ્વારા કેન્દ્રીય મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત પરવાનુ અને સોલનમાં સ્વાગત કર્યા બાદ શિમલા ગ્રામ્યની શોઘી બજારમાં પણ અનુરાગ ઠાકુરનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ જન આશીર્વાદ યાત્રા શિમલા લગભગ ચાર વાગ્યે પહોંચશે.

પરવાનુમાં અનુરાગ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જન આશીર્વાદ યાત્રાના પ્રભારી સંજીવ કટવાલે જણાવ્યુ હતુ કે, અનુરાગ ઠાકુર કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત પાંચ દિવસના રોકાણ પર હિમાચલ (Himachal Pradesh) આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પરવાનુમાં આરોગ્ય મંત્રી ડો. રાજીવ સૈજલ દ્વારા અનુરાગ ઠાકુરનું સ્વાગત કરવામાં આવશે.

સિરમૌરના કાર્યકર્તાઓએ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરનું સ્વાગત કર્યું

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આજે  19 ઓગસ્ટના રોજ હિમાચલ ભવનથી તેમની જન આશિર્વાદ યાત્રાની શરૂઆત કરી. જેમાં સિરમૌર જિલ્લાના અનેક કાર્યકર્તાઓ તેમનું સ્વાગત માટે આવ્યા હતા. ઉપરાંત સિરમૌર જિલ્લાના (Sirmaur District) પાંચ વિધાનસભા ક્ષેત્રમાંથી 150-150 કાર્યકરો પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ અનુરાગ ઠાકુર પ્રથમ વખત હિમાચલ આવ્યા છે, ત્યારે હિમાચલ ભવનથી શિમલા (Shimla) સુધી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે, શિમલામાં મુખ્યમંત્રી જય રામ ઠાકુર (CM Jay Ram Thakur) આ યાત્રા દરમિયાન તેમનું સ્વાગત કરશે. ઉપરાંત અહી એક જાહેર સભા પણ યોજાશે.

આ પાંચ દિવસની જન આશીર્વાદ યાત્રા ચારેય લોકસભા મત વિસ્તારમાંથી 630 કિ.મી. વિસ્તારમાં નીકળશે. ઉલ્લેખનીય છે કે, અનુરાગ ઠાકુરની મુલાકાત માટે બુધવારે સોલન, શિમલા અને અન્ય સ્થળોએ સમીક્ષા બેઠકો પણ યોજવામાં આવી હતી.

 

આ પણ વાંચો: ગરીબો માટે પીએમ મોદીએ લોન્ચ કરી ફ્રી ગેસ કનેક્શનની યોજના, એક અઠવાડીયામાં મળી 60 લાખ અરજી

આ પણ વાંચો:  India Afghanistan: ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર લગાવી સંપૂર્ણ રોક

Published On - 1:26 pm, Thu, 19 August 21

Next Article