ભારતથી પાકિસ્તાન (Pakistan) ગયેલી અંજુ (Anju Love Story) હવે તેના બાળકોની યાદ આવી રહી છે. પાકિસ્તાનથી અંજુએ તેના પતિ અરવિંદને ફોન કર્યો હતો. તેણે અરવિંદને કહ્યુ કે, તમે કંઈ પણ કરો, પરંતુ હું બાળકોને પાકિસ્તાન લઈ જઈશ. બાળકો મારા છે અને તેમના પર મારો અધિકાર છે. તેના પર તેના પતિ અરવિંદે કહ્યું કે, હું બાળકો આપીશ નહીં. બાળકો મારી સાથે રહેશે. તે હવે તારો ચહેરો પણ જોવા માંગતા નથી. તું અમારા માટે મરી ગઈ છો.
અરવિંદ અને અંજુ વચ્ચે 29 જુલાઈના રોજ વોટ્સએપ કોલ પર વાતચીત થઈ હતી. વાતચીતનો આ વિડિયો અન્ય મોબાઈલમાં બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો 31 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં કોલિંગ દરમિયાન જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતચીતમાં અંજુએ તેના પતિ અરવિંદને ઘણી વખત ધમકી પણ આપી છે. TV9 ભારતવર્ષની ટીમે અરવિંદ સાથે ફોન પર વાત કરી હતી.
પાકિસ્તાન ગયેલી અંજુ અને અરવિંદને બે બાળકો છે. તેમની પુત્રી 15 વર્ષની છે અને પુત્ર 5 વર્ષનો છે. પુત્રી 10માં ધોરણમાં જ્યારે પુત્ર LKGમાં અભ્યાસ કરે છે. આ ઘટના સામે આવ્યા બાદ બંને બાળકોએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે. અરવિંદને પણ તેની કંપનીએ કાઢી મૂક્યો છે. અરવિંદને પૂછવામાં આવ્યું કે દીકરી માતા વિશે શું વિચારે છે?
આ પણ વાંચો : બિહારમાં ચાલુ રહેશે જાતિ આધારિત વસ્તી ગણતરી, પટના હાઈકોર્ટે હટાવ્યો પ્રતિબંધ, નીતિશ સરકારને મોટી રાહત
તેના પર અરવિંદ કહે છે કે મારી દીકરી હવે અંજુનો ચહેરો પણ જોવા માંગતી નથી. તે ફક્ત મારી સાથે રહેશે. તે પાકિસ્તાન જવા માંગતી નથી. દીકરી કહે છે કે હું કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન જવા માંગતી નથી. અમારે તમારી સાથે રહેવું છે. હું તેને (નસરુલ્લા) ઓળખતી પણ નથી.
એવા અહેવાલ આવ્યા છે કે અંજુએ ઈસ્લામ કબૂલ કરી લીધો છે અને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે. આ સાથે નસરુલ્લા સાથે તેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા છે. પાકિસ્તાનમાંથી પણ આવા વીડિયો સામે આવ્યા છે જેમાં તે બુરખો પહેરેલી જોવા મળી હતી. અંજુનો બુરખાનો ફોટો આવ્યા બાદ તેના પિતા ગયા પ્રસાદ ખૂબ જ ગુસ્સામાં છે.