આંધ્રપ્રદેશઃ પીએમ મોદીની અનોખો અંદાજ, સ્ટેજ પરથી ઉતરી સ્વાતંત્ર્ય સેનાનીના 90 વર્ષની દિકરીના ચરણ સ્પર્શ કર્યા

|

Jul 04, 2022 | 3:36 PM

આ દરમિયાન પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે દેશના સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ અમુક વર્ષો કે અમુક લોકો સુધી સીમિત નથી, પરંતુ દેશના ખૂણે ખૂણેથી થયેલા બલિદાનનો ઈતિહાસ છે.

આંધ્રપ્રદેશઃ પીએમ મોદીની અનોખો અંદાજ, સ્ટેજ પરથી ઉતરી સ્વાતંત્ર્ય સેનાનીના 90 વર્ષની દિકરીના ચરણ સ્પર્શ કર્યા
Narendra Modi Met Pasala Krishna Bharathi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સોમવારે ભીમવરમ ખાતે મહાન સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 30 ફૂટની કાંસાની પ્રતિમાનું તેમની 125મી જન્મજયંતિ પર અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ (PM Modi) તેમના ભાષણ પછી આંધ્રપ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની શ્રી પાસાલા કૃષ્ણ મૂર્તિના પરિવારને મળ્યા હતા. વડાપ્રધાન સ્વતંત્રતા સેનાનીની દિકરી પાસાલા કૃષ્ણ ભારતીજીને મળ્યા અને મંચ પરથી નીચે આવીને તેમના ચરણ સ્પર્શ કર્યા. તે 90 વર્ષના છે અને તેમણે પીએમને આશીર્વાદ આપ્યા. પીએમ તેમની બહેન અને ભત્રીજીને પણ મળ્યા હતા.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ અમુક વર્ષો કે અમુક લોકો સુધી સીમિત નથી, પરંતુ દેશના ખૂણે ખૂણેથી થયેલા બલિદાનનો ઈતિહાસ છે. દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ તેમજ અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ અને રમ્પા વિદ્રોહના 100 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર અમુક વર્ષોનો, અમુક પ્રદેશોનો કે અમુક લોકોનો ઈતિહાસ નથી. દેશના ખૂણે ખૂણેથી આ બલિદાનનો ઈતિહાસ છે.

અલ્લુરી ભારતની સંસ્કૃતિ, આદિવાસી ઓળખ અને મૂલ્યોનું પ્રતીક હતું- PM મોદી

અલ્લુરી સીતારામ રાજુને શ્રદ્ધાંજલિ આપતા મોદીએ કહ્યું કે તેઓ નાની ઉંમરમાં જ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા અને આદિવાસી કલ્યાણ અને દેશ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. તેઓ નાની ઉંમરમાં શહીદ થયા હતા. તેમના જીવનને પ્રેરણાદાયી ગણાવતા વડાપ્રધાને કહ્યું કે અલ્લુરી ભારતની સંસ્કૃતિ, આદિવાસી ઓળખ અને મૂલ્યોનું પ્રતીક હતું. મોદીએ કહ્યું કે અલ્લુરીએ બ્રિટિશ શાસકોને તેમને રોકવા માટે પડકાર ફેંક્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે કહ્યું કે, જ્યારે આપણા યુવાનો, આદિવાસીઓ, મહિલાઓ અને દલિતો દેશનું નેતૃત્વ કરશે, ત્યારે નવા ભારતના નિર્માણને કોઈ રોકી શકશે નહીં. મને ખાતરી છે કે મને અલ્લુરી સીતારામ રાજુ પાસેથી મળેલી પ્રેરણા દેશને અનંત ઊંચાઈઓ પર લઈ જશે. હું આંધ્રપ્રદેશમાં જન્મેલા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરું છું. અમે અમારા સ્વાતંત્ર્ય સેનાનીઓને ભૂલ્યા નથી, અમે તેમને ભૂલીશું નહીં અને તેમની પાસેથી પ્રેરણા લઈને આગળ વધીશું.

સીતારામ રાજુને અલ્લુરી તરીકે પણ ઓળખવામાં આવે છે

પીએમ મોદીએ અલુરીના ભત્રીજા અલ્લુરી શ્રી રામ રાજુ અને અલ્લુરીના નજીકના લેફ્ટનન્ટ મલ્લુ ડોરાના પુત્ર બોડી ડોરાનું સન્માન કર્યું. મન્યમ વીરદુ (વન નાયક) તરીકે પ્રખ્યાત, સીતારામ રાજુ તેમની અટક અલ્લુરીથી પણ ઓળખાય છે. તેમનો જન્મ 4 જુલાઈ, 1897ના રોજ તત્કાલિન વિશાખાપટ્ટનમ જિલ્લાના પાંડરંગી ગામમાં થયો હતો.

Published On - 3:35 pm, Mon, 4 July 22

Next Article