કોરોના વાયરસ: આ ભારતીય બિઝનેસમેન આપશે 100 કરોડ રૂપિયા, આનંદ મહિન્દ્રા પણ કરી ચૂક્યા છે મદદની જાહેરાત

|

Oct 02, 2020 | 1:13 PM

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાય ચૂક્યો છે. કોરોનાની ચપેટમાં આવવાથી અત્યાર સુધી 14 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આ મહામારીની વિરૂદ્ધ લડાઈમાં અલગ-અલગ દેશોની સરકારોની સાથે જ બિઝનેસમેન પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. I am committing 100 cr towards fighting the Pandemic. #DeshKiZarooratonKeLiye is a pledge that we undertook & this is the […]

કોરોના વાયરસ: આ ભારતીય બિઝનેસમેન આપશે 100 કરોડ રૂપિયા, આનંદ મહિન્દ્રા પણ કરી ચૂક્યા છે મદદની જાહેરાત

Follow us on

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાય ચૂક્યો છે. કોરોનાની ચપેટમાં આવવાથી અત્યાર સુધી 14 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આ મહામારીની વિરૂદ્ધ લડાઈમાં અલગ-અલગ દેશોની સરકારોની સાથે જ બિઝનેસમેન પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતમાં આનંદ મહિન્દ્રા અને પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા પછી હવે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ સામે આવ્યા છે. તેમને કોરોનાના પ્રકોપને રોકવા માટે 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. અનિલ અગ્રવાલે ટ્વીટ કરીને કહ્યું કે આ મહામારીને રોકવા માટે હું 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી રહ્યો છું. આ તે સમય છે જ્યારે દેશને આપણી સૌથી વધારે જરૂર છે. દરેક લોકો હતાશ થઈ રહ્યા છે. ખાસ કરીને રોજ કામ કરનારા મજૂરોને લઈ હું વધારે ચિંતામાં છું. આપણે પોતાના તરફથી મદદના પુરા પ્રયત્નો કરીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પહેલા આનંદ મહિન્દ્રાએ કોરોના વાયરસ સામે લડવા માટે આર્થિક મદદની જાહેરાત કરી હતી. તેમને ટ્વીટ કરીને કહ્યું હતું કે ઘણા રિપોર્ટના આધાર પર એ માનવામાં આવી શકે છે કોરોના મહામારીના કેસમાં ભારત સ્ટેજ 3માં પ્રવેશ કરી ચૂક્યુ છે. તેમને કહ્યું કે પોતાના એસોસિએટ્સને કોરોનાથી જોડાયેલા ફંડમાં યોગદાન કરવા માટે પ્રેરિત કરશે અને પોતે પણ પોતાની 100 ટકા સેલરી સ્વેચ્છાએ આપશે. સાથે જ આવનારા દિવસમાં વધુ મદદ કરવાની વાત કહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે ડિજિટલ પેમેન્ટથી જોડાયેલી કંપની પેટીએમે કોરોના વાયરસની દવા વિકસિત કરવા માટે 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પેટીએમના સંસ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ રવિવારે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:20 am, Mon, 23 March 20

Next Article