Earthquake Breaking News : જમ્મુ-કાશ્મીરના કટરામાં આવ્યો ભૂકંપ, વહેલી સવારે ધ્રુજી ધરતીના સ્વર્ગની ધરા

|

Feb 17, 2023 | 7:54 AM

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આજે સવારે 5:01 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Earthquake Breaking News : જમ્મુ-કાશ્મીરના કટરામાં આવ્યો ભૂકંપ, વહેલી સવારે ધ્રુજી ધરતીના સ્વર્ગની ધરા
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આજે સવારે 5:01 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં જાનહાનિના કોણ પણ સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપની તીવ્રતા 3.6 હોવાથી જાનમાલના નુકશાનની સંભાવના ઓછી છે.

તુર્કીયેમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ દુનિયાના અનેક ભાગોમાં ભૂકંપ અનુભવાયા છે. હાલમાં ન્યુઝીલેન્ડ અને ફિલીપીન્સમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જોકે, તેમાં કોઈ નુકશાન થયું ન હતું. 13 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4.15 કલાકે સિક્કિમના યુકસોમ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. રિકટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

ગુજરાતમાં પણ વારંવાર આવી રહ્યાં છે ભૂકંપના આંચકા

  • 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભારતમાં પણ છે ભૂકંપની ચેતવણી

 


ડચ સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશે સમાન ભવિષ્યવાણી કરી હતી. ફ્રેન્ક હગરબીટ્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાનિસ્તાનમાં મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરતો જોવા મળી રહ્યો છે. ડચ સંશોધકનું અનુમાન છે કે ભૂકંપીય ગતિવિધી ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થશે અને અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.

Published On - 7:43 am, Fri, 17 February 23

Next Article