અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવર થયા પોલીસ શરણે, ખાલિસ્તાની નેતા હજુ પણ ફરાર

|

Mar 20, 2023 | 8:11 AM

કથિત ખાલિસ્તાની નેતા અને 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જોકે તેના કાકા અને ડ્રાઈવરે સોમવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવર થયા પોલીસ શરણે, ખાલિસ્તાની નેતા હજુ પણ ફરાર

Follow us on

ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવરે સોમવારે પંજાબ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંહની ધરપકડ અંગે પંજાબ પોલીસે કહ્યું છે કે, ખાલિસ્તાન તરફી નેતાને પકડવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

પંજાબ પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અમૃતપાલ સિંહના સંભવિત છુપાવાના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારબાદ તે પકડાવાથી દૂર છે. અમૃતપાલ સિંહને પકડવા માટે સમગ્ર રાજ્યમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમૃતપાલ સિંહની ધરપકડને લઈને કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે, પંજાબ સરકારે આજે બપોર સુધી સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, દેશની ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે ખાલિસ્તાની તરફી અમૃતપાલ સિંહ પંજાબ રાજ્યના વ્યસન મુક્તિ કેન્દ્રો અને ગુરુદ્વારાઓનો ઉપયોગ શસ્ત્રોનો સંગ્રહ કરવા અને રાજ્યમાં આત્મઘાતી હુમલા માટે યુવાનોને તૈયાર કરવા માટે કરી રહ્યો છે. ટુંકમાં અમૃતપાલ સિંહ નવી ફોજ ઊભી કરી રહ્યો હોવાના અહેવાલ મળ્યા હતા. જે બાદ, પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને જીવતો કે મરેલો પકડવા માટે ઠેર ઠેર દરોડા પાડ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

અમૃતસરના ડીઆઈજી સ્વપન શર્માએ દાવો કર્યો હતો કે તેમની કેટલીક પાકિસ્તાન-આઈએસઆઈએસ લિંક છે. અમને તેને (અમૃતપાલ સિંહ) પકડવાની સૂચના આપવામાં આવી હતી. પીછો કરતી વખતે તે અમારાથી એક ગલી આગળ લિંક રોડ પર આવ્યો. અમને ઓવરટેક કરતી વખતે, તે 5-6 મોટરસાયકલ સવારો સાથે અથડાયો, જેમાંથી કેટલાક અમને પીછો કરતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મહેતપુરમાં બે કાર મળી આવી છે. અમે સાત ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કર્યા છે.

ફોન પરથી મળ્યા પાકિસ્તાની નંબર

મહત્વનું છે કે અમૃતપાલ સિંહના કથિત સલાહકાર અને ફાઇનાન્સર દલજીત સિંહ કલસી ઉર્ફે સરબજીત સિંહ કલસીની ધરપકડ કરવામાં આવી છે. કલસીના ફોન અને તેની સાથે જોડાયેલા લોકોના ફોનમાંથી પાકિસ્તાની નંબર મળી આવ્યા છે. પાકિસ્તાનમાં વાત કરવા માટે ઉપયોગમાં લેવાતા નંબરો ટ્રેસ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નંબરોથી લગભગ 30 કરોડ રૂપિયાનું ફંડિંગ આવ્યું છે.

 

Next Article