Breaking News : અધધધ.. 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રોકડા… લાંચ કૌભાંડમાં ફસાયેલા અધિકારીના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો

વરિષ્ઠ IRS અધિકારી અમિત સિંઘલની શનિવારે 45 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CBI તેમના સ્થળો પર સતત દરોડા પાડી રહી છે.

Breaking News : અધધધ.. 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રોકડા... લાંચ કૌભાંડમાં ફસાયેલા અધિકારીના ઘરેથી મળ્યો કુબેરનો ખજાનો
| Updated on: Jun 02, 2025 | 11:26 PM

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે દિલ્હી, મુંબઈ અને પંજાબમાં વરિષ્ઠ IRS અધિકારી અમિત કુમાર સિંઘલ સાથે સંકળાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, CBI ને 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયાથી વધુ રોકડા મળી આવ્યા છે. અમિત સિંઘલની શનિવારે 45 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

અમિત કુમાર સિંઘલ 2007 બેચના IRS અધિકારી છે. તેમના પર ‘લા પિનોઝ પિઝા’ના માલિક સનમ કપૂરને જારી કરાયેલી આવકવેરા નોટિસને પતાવટ કરવા માટે 45 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. CBI એ આ કેસમાં FIR નોંધી છે અને IRS અમિત કુમાર સિંઘલની ધરપકડ કરી છે.

IRS અધિકારીના ઘરેથી ખજાનો મળ્યો

CBIએ દરોડા દરમિયાન 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા, સાથે જ 25 બેંક ખાતાઓના દસ્તાવેજો, લોકરની વિગતો અને દિલ્હી, મુંબઈ અને પંજાબમાં મિલકતના કાગળો પણ મળી આવ્યા. CBI હાલમાં મિલકતની વાસ્તવિક કિંમતની તપાસ કરી રહી છે.

અમિત કુમાર સિંઘલને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. CBI આ કેસની સતત તપાસ કરી રહી છે. આ પહેલા વરિષ્ઠ અધિકારીએ કોની પાસેથી લાંચ લીધી હતી? આની પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

Published On - 11:25 pm, Mon, 2 June 25