ગૃહમંત્રી અમિત શાહ 4 ડિસેમ્બરથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે, ભારત-પાક બોર્ડર પર BSF જવાનો સાથે વિતાવશે રાત

|

Nov 30, 2021 | 8:46 PM

ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, શાહ 4 થી 5 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનની બે દિવસીય મુલાકાત દરમિયાન BSF જવાનોની સાથે હશે. એટલું જ નહીં, તે સીમા સુરક્ષા દળના 57માં સ્થાપના દિવસ પર આયોજિત સમારોહમાં પણ ભાગ લેશે.

ગૃહમંત્રી અમિત શાહ 4 ડિસેમ્બરથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે, ભારત-પાક બોર્ડર પર BSF જવાનો સાથે વિતાવશે રાત
Amit Shah

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) 4 ડિસેમ્બરે તેમની બે દિવસીય રાજસ્થાનની મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન શાહ ભારત-પાકિસ્તાન બોર્ડર (India-Pakistan Border) પાસે એક રાત વિતાવશે. ગૃહ મંત્રાલયના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, શાહ 4 થી 5 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનની બે દિવસીય મુલાકાત દરમિયાન BSF જવાનોની સાથે હશે. એટલું જ નહીં, તે સીમા સુરક્ષા દળના 57માં સ્થાપના દિવસ પર આયોજિત સમારોહમાં પણ ભાગ લેશે.

ગૃહમંત્રી 4 ડિસેમ્બરે જેસલમેરની (Jaisalmer) પણ મુલાકાત લેશે અને આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફ જવાનોને મળશે. શાહની જેસલમેરની મુલાકાત ત્યાં ઉજવવામાં આવી રહેલા BSFના 57મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ વખત થઈ રહી છે. સીમા સુરક્ષા દળનો (Border Security Force) 57મો સ્થાપના દિવસ આ વખતે દિલ્હીની બહાર જેસલમેરમાં યોજાવા જઈ રહ્યો છે.

BSF ના નાઇટ પેટ્રોલિંગ પર ચાંપતી નજર રાખશે
સૂત્રોએ જણાવ્યું કે શાહ 4 ડિસેમ્બરે જેસલમેર પહોચી દેશની પશ્ચિમી સરહદે સુરક્ષાની સમીક્ષા કરશે. તેઓ આ વિસ્તારની સરહદી ચોકી પર બીએસએફ જવાનો સાથે એક રાત પણ વિતાવશે. આ પહેલો પ્રસંગ હશે જ્યારે ગૃહમંત્રી બોર્ડર પાસે BSF જવાનો સાથે રાત વિતાવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

BSFની સ્થાપના 1લી ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી
ગૃહમંત્રી 5 ડિસેમ્બરના રોજ સવારે BSF રાઈઝિંગ ડે ઈવેન્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ જયપુર જવા રવાના થશે. અગાઉ BSF દિલ્હીમાં તેનો સ્થાપના દિવસ ઉજવતી હતી. 1 ડિસેમ્બર 1965ના રોજ સ્થપાયેલ, BSF પર ભારત-પાકિસ્તાન સરહદ અને ભારત-બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા માટેની જવાબદારી છે.

ભાજપના સાંસદો-ધારાસભ્યો સાથે બેઠક કરી શકે છે
BSF કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી વિરોધી ભૂમિકા, ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં બળવા વિરોધી, ઓડિશા અને છત્તીસગઢ રાજ્યોમાં નક્સલ વિરોધી કામગીરી અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સંકલિત ચેક પોસ્ટની સુરક્ષામાં પણ ભૂમિકા ભજવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જયપુરની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહ ભાજપની રાજ્ય કાર્ય સમિતિ અને સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, પંચાયત સમિતિના સભ્યો અને પ્રધાનો સહિત જનપ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા પણ કરી શકે છે.

 

આ પણ વાંચો : IMD Alert: ઓડિશા-આંધ્રપ્રદેશ પર આવશે ચક્રવાતી તોફાન, ઉત્તર પૂર્વથી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણનું રાજ્યસભામાં નિવેદન – સરકાર ટૂંક સમયમાં રજૂ કરશે ક્રિપ્ટોકરન્સી બિલ

Next Article