અમીરો પર ટેક્સ લગાવવામાં આ દેશ છે સૌથી આગળ, જાણો ટેક્સ લેવામાં ભારત કયા ક્રમ પર છે

|

Jul 08, 2019 | 5:10 AM

મોદી સરકાર 2.0ના બજેટમાં અમીરોને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકારે વધુ કમાણી કરનારા લોકો પર સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયનો રેવેન્યૂ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ બચાવ કર્યો છે. તેમને કહ્યું કે ભારતમાં વ્યક્તિગત ટેકસનો દર હાલમાં પણ અમેરિકા, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત ઘણા અન્ય દેશોના મુકાબલે ઓછો છે. અજય પાંડે […]

અમીરો પર ટેક્સ લગાવવામાં આ દેશ છે સૌથી આગળ, જાણો ટેક્સ લેવામાં ભારત કયા ક્રમ પર છે

Follow us on

મોદી સરકાર 2.0ના બજેટમાં અમીરોને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકારે વધુ કમાણી કરનારા લોકો પર સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયનો રેવેન્યૂ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ બચાવ કર્યો છે. તેમને કહ્યું કે ભારતમાં વ્યક્તિગત ટેકસનો દર હાલમાં પણ અમેરિકા, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત ઘણા અન્ય દેશોના મુકાબલે ઓછો છે.

અજય પાંડે ભૂષણે વધુમાં કહ્યું કે ચીન અને દક્ષિણ આફ્રિકામાં વ્યક્તિગત ટેકસનો દર 45-45 ટકા અને અમેરિકામાં 50.3 ટકા છે. સરચાર્જમાં વધારા પહેલા ભારતમાં વધારેમાં વધારે ટેકસનો દર 35.88 ટકા હતો. જે બીજા દેશોના પ્રમાણમાં ઓછો છે. બ્રિટેનમાં ટેક્સનો દર 45 ટકા, જાપાનમાં 45.9 ટકા, કેનેડામાં 54 ટકા અને ફ્રાંસમાં 66 ટકા છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે કુટુંબ અંગે કે મિલકતને લગતી બાબતોની ચર્ચા કરવાથી બચવું

તેમને વધુમાં જણાવ્યું કે ભારતમાં આપણો વધારેમાં વધારે ટેક્સનો દર 35 ટકા હતો, તેથી સમાનતા અને ચૂકવણીની ક્ષમતાની દષ્ટિથી શું 10 લાખ રૂપિયા અને 10 કરોડ રૂપિયાની કમાણી કરનારાને બરાબર દરથી ટેક્સ ચૂકવવો જોઈએ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પાંડેના કહેવા મુજબ 11-14 લાખ રૂપિયાની વચ્ચેની કમાણી કરનારા લોકો પાસે બચત કરવા માટે તક હોવી જોઈએ, તેથી જે લોકો વધારે કમાઈ રહ્યાં છે, તેમને વધારે ટેક્સ ચૂકવવો જ જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે બજેટમાં 2થી 5 કરોડ રૂપિયાની વર્ષે કમાણી કરનાર પર ટેક્સ સરચાર્જનો દર 15થી વધારીને 25 ટકા અને 5 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરનારા લોકો પર સરચાર્જ 37 ટકા કરી દીધો. સરચાર્જમાં વધારા પછી 2થી5 કરોડ રૂપિયા સુધી વ્યક્તિગત કમાણી પર ટેક્સનો કુલ બોઝ 35.88થી વધીને 39 ટકા અને 5 કરોડથી વધારેની કમાણી પર 35.88 ટકાથી વધીને 42.7 ટકા થઈ જશે.

 

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article