Amarnath Yatra Update: જમ્મુ કાશ્મીર સ્થિત બાબા અમરનાથ (Amarnath)ના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પહોંચી રહ્યા છે. હાલમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે સુરક્ષાને લઈ યાત્રા વચ્ચે રોકવામાં આવી છે. ગુરુવારના રોજ પ્રશાસન દ્વારા અમરનાથ યાત્રા(Amarnath Yatra) ને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે,બુધવારથી જ આ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ખરાબ હવામાનને લઈ બાલતાલ અને પહેલગામ બંન્ને માર્ગો પર અમરનાથ યાત્રાને રોકવામાં આવી છે, થોડા દિવસો પહેલા જ અમરનાથ ગુફા (Amarnath Gufa)ની પાસે વાદળ ફાટવાની ધટના બની છે, ત્યારથી પ્રશાસન સતર્ક છે
પ્રશાસનનું કહેવું છે કે, ખરાબ હવામાન અને યાત્રિકોની સુરક્ષાને લઈ અમરનાથ યાત્રાના બંને રૂટ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી ચાલુ રહેશે. જ્યારે આ વિસ્તારોમાં હવામાન ચોખ્ખું થશે ત્યારે તમામ યાત્રિકો માટે યાત્રા ફરી શરુ કરાશે. પ્રશાસનના જણાવ્યા અનુસાર તમામ અમરનાથ શ્રદ્ધાળુઓને શિબિરોમાં રહેવા માટે જણાવવામાં આવ્યું છે
શ્રી અમરનાથ શાઈન બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, અમરનાથ યાત્રાના બંન્ને માર્ગો બાલટાલ અને પહલગામમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ભુસ્ખલન થવાની આશંકા છે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈ આ યાત્રા રોકવામાં આવી છે, બોર્ડના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓ માટે શિબિરમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે
ચુસ્ત સુરક્ષા વચ્ચે 6,415 યાત્રિકોનો 14મો જથ્થો દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટર ઉંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફાના દર્શન માટે રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ ગુફાની પાસે 8 જુલાઈના રોજ વાદળ ફટવાથી અંદાજે 16 લોકોના મોત થયા છે, જ્યારે 40 લોકો લાપતા થયા હતા. ત્યારબાદ રવિવારથી યાત્રા રોકવામાં આવી છે.
જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી. જે અંતર્ગત આ 43 દિવસીય વાર્ષિક તીર્થયાત્રા માટે બે રૂટ પરથી લોકોની મુસાફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક દક્ષિણ કાશ્મીરના અનંતનાગના પહલગામના નુનવાનથી 48 કિમીનો પરંપરાગત માર્ગ અને બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિમી નાનો બાલટાલ માર્ગ છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ગુફા મંદિરમાં પૂજા કરી ચૂક્યા છે. આ યાત્રા 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થવાની છે.