Amarnath Yatra: ખરાબ હવામાનને કારણે રોકાયેલી યાત્રા ફરી શરુ, વધુ પાંચ હજાર શ્રદ્ધાળુ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના

શનિવારે ખરાબ હવામાનના (bad weather) કારણે અમરનાથ યાત્રા (Amarnath Yatra) રોકી દેવામાં આવી હતી. બાલતાલ અથવા પહેલગામના બેઝ કેમ્પથી મંદિરની ગુફા તરફ કોઈ પ્રવાસીને જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જો કે વહીવટી તંત્રએ મંજુરી આપતા ફરીથી યાત્રા હવે શરુ કરી દેવામાં આવી છે.

Amarnath Yatra: ખરાબ હવામાનને કારણે રોકાયેલી યાત્રા ફરી શરુ, વધુ પાંચ હજાર શ્રદ્ધાળુ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના
અમરનાથ યાત્રા (ફાઇલ તસવીર)
| Edited By: | Updated on: Jul 17, 2022 | 3:51 PM

દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ (Amarnath Yatra) જતા હોય છે. આ વર્ષે પણ બાબા અમરનાથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જમ્મુ-કાશ્મીર  (Jammu Kashmirપહોંચી ગયા છે. જો કે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને વચ્ચે જ રોકી દેવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે યાત્રાને અધવચ્ચે અટકાવવામાં આવી હોય. આ પહેલા પણ ખરાબ હવામાનને કારણે ઘણી વખત યાત્રા રોકી દેવામાં આવી છે. હવે રવિવારે એટલે કે આજે ભગવતી નગર (Bhagwati Nagar) સ્થિત બેઝ કેમ્પથી 5284 તીર્થયાત્રીઓનો બીજો સમૂહ ઘાટી માટે રવાના થયો છે.

અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ખરાબ હવામાનને કારણે શનિવારે બાલતાલ અને પહલગામના બેઝ કેમ્પમાંથી કોઈ પણ પ્રવાસીને મંદિરની ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા પગલા લેવામાં આવ્યા છે. જો કે હવે યાત્રાળુઓને ફરી રવાના કરવામાં આવ્યા છે.

હેલિકોપ્ટર સેવાઓ કાર્યરત

અધિકારીઓએ માહિતી આપી હતી કે, શનિવારે બંને રૂટ પર હેલિકોપ્ટર સેવાઓ ચલાવવામાં આવી હતી. હેલિકોપ્ટર સેવાઓ દ્વારા ગઈકાલે 869 શ્રદ્ધાળુઓએ ગુફાના દર્શન કર્યા છે, આ યાત્રામાં અત્યાર સુધીમાં કુલ 1.64 લાખ શ્રદ્ધાળુઓએ જોડાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાળુઓનો બીજો સમૂહ રવાના થયો છે. આ બેચમાં આજે ખીણ માટેના બે કાફલામાંથી પ્રથમ 3541 પહેલગામ બેઝ કેમ્પ જઈ રહ્યા છે, જ્યારે બીજી બેચ, જેમાં 1743 મુસાફરોનો સમાવેશ થાય છે. તે બાલતાલ જઈ રહ્યો છે.

ખરાબ હવામાનના કારણે રોકાઇ હતી યાત્રા

અમરનાથ યાત્રા ખરાબ હવામાનના પગલે સતત રોકાઇ રહી છે. જેના કારણે યાત્રાળુઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ વાદળ ફાટવાના કારણે ઘણા મુસાફરોના મોત થયા હતા. આ ઘટનામાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે મુસાફરોની હાલત વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં કુલ 15 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે આ ઘટનામાં કુલ 55 લોકો ઘાયલ થયા હતા, બે સિવાયના તમામ મુસાફરો સાજા થયા હતા. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારાને લઈને નિષ્ણાત સમિતિની રચના કરી હતી.