AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra : અમરનાથ હિમશિવલિંગ માત્ર 5 દિવસમાં અંતરધ્યાન, ક્લાઇમેટ ચેન્જ યાત્રાળુઓ માટે ચિંતાનું કારણ

અમરનાથ યાત્રાના પ્રારંભના માત્ર પાંચ જ દિવસમાં બાબા બર્ફાનીનું પવિત્ર હિમશિવલિંગ સંપૂર્ણપણે અંતરધ્યાન થઈ ગયું છે. 57 દિવસની યાત્રા પૂર્વે જ આ ઘટનાએ શ્રદ્ધાળુઓમાં ચિંતા અને નિરાશા પ્રસરાવી છે.

Amarnath Yatra : અમરનાથ હિમશિવલિંગ માત્ર 5 દિવસમાં અંતરધ્યાન, ક્લાઇમેટ ચેન્જ યાત્રાળુઓ માટે ચિંતાનું કારણ
| Updated on: Jul 08, 2026 | 9:30 PM
Share

આસ્થા અને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ પ્રતિકોમાંનું એક, બાબા બર્ફાનીનું અમરનાથ હિમશિવલિંગ આ વખતે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. 57 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રાના પ્રારંભના માત્ર પાંચ જ દિવસમાં કુદરતી રીતે બનતું આ પવિત્ર હિમશિવલિંગ સંપૂર્ણપણે અંતરધ્યાન થઈ ગયું છે. આ ઘટનાએ દેશભરના શ્રદ્ધાળુઓમાં નિરાશા અને આશ્ચર્યનો માહોલ સર્જ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 29 જૂને પ્રથમ પૂજા સમયે અમરનાથ ગુફામાં હિમશિવલિંગની ઊંચાઈ આશરે 12 ફૂટ હતી. જોકે, 3 જુલાઈથી યાત્રા શરૂ થતાં જ તેનું કદ ઝડપથી ઘટવા માંડ્યું. 7 જુલાઈ સુધીમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે પવિત્ર હિમશિવલિંગ લગભગ સંપૂર્ણપણે પીગળી ગયું, જે 57 દિવસની લાંબી યાત્રા માટે એક અસામાન્ય અને ચિંતાજનક સંકેત છે.

નિષ્ણાંતો આ ઘટના પાછળ અનેક કારણોને જવાબદાર માને છે. મુખ્યત્વે, હિમાલય ક્ષેત્રમાં વધતું તાપમાન, બદલાતી જતી હવામાન પદ્ધતિઓ, ક્લાઈમેટ ચેન્જ અને અનિયમિત વેધર પેટર્ન જેવી પર્યાવરણીય અસરોને આ ઝડપી ગલન માટે મુખ્ય કારણભૂત ગણવામાં આવે છે. આ વૈશ્વિક ગરમીના પરિણામ સ્વરૂપ હિમાલયના ગ્લેશિયર્સ પર થઈ રહેલી અસરનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. જોકે, કેટલાક વર્તુળોમાં માત્ર હવામાન જ નહીં, પરંતુ યાત્રા માર્ગ પર વધતી જતી સુવિધાઓ અને વિકાસને પણ આ પર્યાવરણીય સંતુલન બગડવા પાછળનું એક કારણ ગણાવી ચર્ચાનો વિષય બનાવવામાં આવ્યો છે.

આ ઘટનાથી અનેક ભક્તોમાં નિરાશા વ્યાપી છે. જોકે, કેટલાક શ્રદ્ધાળુઓ હજુ પણ આ પવિત્ર સ્થળના દર્શન કરવા માટે ઉત્સુક છે, આસ્થાની દ્રષ્ટિએ તેઓ માને છે કે બાબા તો હર જગહ હી મોજુદ રહેતે હૈ. બાબા કે અંતરધ્યાન સે ક્યાં હોતા હૈ. યાત્રા મેં હર જગહ બાબા મિલેંગે. બાબા કા આભાસ હોતા હૈ. આ ભાવના શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે 1980ના દાયકાની તસવીરો દર્શાવે છે કે ત્યારે બાબાના સંપૂર્ણ કદ સાથે દર્શન થતા હતા, જે સમય જતાં હવે શક્ય નથી. અમરનાથ યાત્રા કાશ્મીરિયતની પરંપરા અને સાંસ્કૃતિક ભાવના સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જે યાત્રાળુઓનું હંમેશા ઉષ્માભર્યું સ્વાગત કરે છે. આ પવિત્ર પરંપરા લાંબા સમય સુધી અવિરત અને સુરક્ષિત રહે તે માટે અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા આ સ્થળ પ્રત્યે વધુ સંવેદનશીલતા, સાવચેતી અને જવાબદારી દાખવવી અત્યંત જરૂરી છે. પર્યાવરણીય સંરક્ષણના પગલાં લેવા અને યાત્રા વ્યવસ્થાપનમાં પર્યાવરણીય સંતુલન જાળવવું એ સમયની માંગ છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર FBI નો સપાટો, જેલમાંથી ચાલે છે 9 દેશનો કારોબાર, જુઓ ક્રાઇમ નેટવર્ક

Follow Us
g clip-path="url(#clip0_868_265)">