AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર FBI નો સપાટો, જેલમાંથી ચાલે છે 9 દેશનો કારોબાર, જુઓ ક્રાઇમ નેટવર્ક

અમેરિકી FBIએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત નેટવર્ક ચલાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ નેટવર્કમાં હત્યા, ડ્રગ્સ, ખંડણી અને હથિયારોની હેરાફેરી જેવા ગુનાઓ સામેલ છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર FBI નો સપાટો, જેલમાંથી ચાલે છે 9 દેશનો કારોબાર, જુઓ ક્રાઇમ નેટવર્ક
| Updated on: Jul 08, 2026 | 6:21 PM
Share

અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને અમેરિકાના ન્યાય વિભાગે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત 37 આરોપીઓ સામે આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત નેટવર્ક ચલાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. હત્યા, ડ્રગ્સની હેરાફેરી, ખંડણી ઉઘરાણી અને ગેરકાયદે હથિયારોની તસ્કરી જેવા અનેક ગંભીર ગુનાઓ સાથે જોડાયેલા આ નેટવર્ક સામે અમેરિકા, કેનેડા અને યુરોપમાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગૂ ભગવાનપુરિયાના અમેરિકામાં પ્રત્યાર્પણની શક્યતાઓને લઈને પણ ચર્ચા તેજ બની છે.

FBIએ લોરેન્સ બિશ્નોઈ પર નવેમ્બર 2023માં કેનેડામાં ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આદેશ આપ્યાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં લોરેન્સ સહિત કુલ 37 આરોપીઓને ભારતમાંથી સંચાલિત ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રાઇમ સિન્ડિકેટ સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે. અમેરિકા, કેનેડા અને યુરોપની કાયદા અમલવારી એજન્સીઓએ ‘ઓપરેશન હાર્ડબોલ’ નામના સંયુક્ત અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 24 આરોપીઓની ધરપકડ કરી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ ગેંગ માત્ર હત્યા સુધી મર્યાદિત નથી, પરંતુ સંપૂર્ણ સંગઠિત ગુનાહિત નેટવર્ક તરીકે કાર્ય કરે છે. અપહરણ, ખંડણી, ગેરકાયદે હથિયારોની હેરાફેરી, ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય તસ્કરી અને કોન્ટ્રાક્ટ કિલિંગ જેવા અનેક ગંભીર ગુનાઓમાં આ નેટવર્ક સંડોવાયેલું હોવાનું જણાવાયું છે. હાલમાં પણ 10 આરોપીઓ ફરાર હોવાનું અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે. તેમાં 7 અમેરિકા, 2 ભારત અને 1 યુરોપમાં છુપાયેલા હોવાનું કહેવાય છે.

કેટલું મોટું છે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નેટવર્ક?

FBIના જણાવ્યા પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ કોર્પોરેટ માફિયાની જેમ સંગઠિત રીતે કામ કરે છે. ગેંગનો મુખ્ય ધંધો કોન્ટ્રાક્ટ કિલિંગ, ડ્રગ્સની હેરાફેરી, આંતરરાષ્ટ્રીય ખંડણી અને હથિયારોની તસ્કરી છે.

કોન્ટ્રાક્ટ કિલિંગ હેઠળ પૈસા અને વર્ચસ્વ માટે રાજકીય વ્યક્તિઓ, જાણીતા લોકો અને વિરોધીઓની હત્યા કરવામાં આવે છે. સિદ્ધૂ મૂસેવાલા અને હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેવા કેસોમાં પણ આ ગેંગનું નામ સામે આવ્યું છે.

ડ્રગ્સ તસ્કરીના મામલે FBIનો દાવો છે કે ગેંગે આંતરરાષ્ટ્રીય સ્તરે કોકેન અને મેથામ્ફેટામિનની સપ્લાય ચેઇન ઉભી કરી હતી. વિરોધી ગેંગ પાસેથી અંદાજે 520 કિલો કોકેન લૂંટી લેવામાં આવ્યું હતું અને અમેરિકા પરથી કેનેડા સુધી ટ્રકોમાં છુપાવીને ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું.

આ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીય મૂળના વેપારીઓને એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ મારફતે જાનથી મારી નાખવાની ધમકી આપી કરોડો ડોલરની ખંડણી વસૂલવામાં આવતી હતી. ડ્રોન મારફતે સરહદ પારથી હથિયારો અને વિસ્ફોટકોની હેરાફેરી પણ ગેંગની મુખ્ય પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાવાયું છે.

9થી વધુ દેશમાં ફેલાયેલું નેટવર્ક

અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા મુજબ આ નેટવર્ક ભારત પૂરતું મર્યાદિત નથી. અમેરિકા, કેનેડા, બ્રિટન, સ્પેન, ફ્રાન્સ સહિતના યુરોપિયન દેશો, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી ગેંગની પહોંચ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

જોકે લોરેન્સ બિશ્નોઈ ભારતની જેલમાં બંધ છે, તેમ છતાં આરોપ છે કે તે જેલમાંથી જ VoIP ટેક્નોલોજી અને ગેરકાયદે પહોંચાડવામાં આવેલા મોબાઇલ ફોન મારફતે સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો. અલગ-અલગ દેશોની જવાબદારી તેણે પોતાના વિશ્વાસુ સાગરિતોને સોંપી હતી.

ગોલ્ડી બરાર સંભાળતો હતો ઉત્તર અમેરિકા

સતીંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરારને ઉત્તર અમેરિકા માટે લોરેન્સ ગેંગનો મુખ્ય સંચાલક માનવામાં આવે છે. અમેરિકા અને કેનેડામાં હત્યા, ખંડણી, ડ્રગ્સ તસ્કરી અને ગેંગના સભ્યો વચ્ચે સંકલન જાળવવાની જવાબદારી તેની હતી. ભારતીય મૂળના વેપારીઓને ધમકાવીને ખંડણી વસૂલવાના આરોપો પણ તેના પર છે. FBIએ તેની ધરપકડ માટે 50 હજાર અમેરિકી ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.

યુરોપમાં રોહિત ગોદારાની ભૂમિકા

રોહિત ગોદારા યુરોપમાં ગેંગનું નેટવર્ક સંભાળતો હોવાનું જણાવાયું છે. યુરોપમાં રહેલા ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખવો, ખંડણી ઉઘરાવવી, હથિયારોની હેરાફેરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનું સંચાલન તેની જવાબદારી હોવાનું અમેરિકી તપાસમાં સામે આવ્યું છે.

ડ્રગ્સ નેટવર્કનો માસ્ટરમાઇન્ડ રવિંદર સિંહ ઢાંડા

રવિંદર સિંહ ઢાંડા ઉર્ફે રેન્ડી (રોલેક્સ અને જ્હોન વિક) કેનેડાના વેન્કુવરનો રહેવાસી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ તે કેનેડા આધારિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો મુખ્ય સંચાલક છે. તેના પર દર અઠવાડિયે અમેરિકા પરથી કેનેડા સુધી સેકડો કિલો કોકેન અને મેથામ્ફેટામિન પહોંચાડવાનો આરોપ છે. આ કેસમાં તેની સાથે અન્ય 11 લોકો સામે પણ અમેરિકામાં કેસ નોંધાયો છે.

કયા કાયદા હેઠળ કાર્યવાહી થઈ?

અમેરિકા અને કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે અનેક ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાયા છે. ભારતમાં હત્યા, ખંડણી અને આતંકવાદી પ્રવૃત્તિઓના કેસ ચાલી રહ્યા છે. ભારત સરકારે ગોલ્ડી બરારને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે, જ્યારે ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી છે.

જુલાઈ 2026માં અમેરિકાના ન્યાય વિભાગે ત્રણ અલગ-અલગ ફેડરલ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં કેનેડાના સરે શહેરમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આદેશ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર આપ્યો હોવાનો સીધો આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ RICO કાવતરું, ડ્રગ્સ તસ્કરી, અપહરણ અને Hobbs Act હેઠળ ખંડણીના આરોપો પણ સામેલ છે. કેનેડાએ સપ્ટેમ્બર 2025માં બિશ્નોઈ એન્ટરપ્રાઇઝને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.

કેટલા લોકો જેલમાં અને કેટલા હજુ ફરાર?

અહેવાલો અનુસાર ભારતમાં જ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા 700થી વધુ શૂટર્સ હોવાનું માનવામાં આવે છે, જેમાંથી 300થી વધુ પંજાબ સાથે સંકળાયેલા છે. ‘ઓપરેશન હાર્ડબોલ’ દરમિયાન કુલ 37 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન ઉત્તર અમેરિકા અને યુરોપમાંથી કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેલિફોર્નિયામાં 11, ઇન્ડિયાનામાં 1, જ્યોર્જિયામાં 1, કેનેડામાં 3 અને સ્પેનમાં 1 આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે 7 આરોપીઓ પહેલેથી જ કસ્ટડીમાં હતા. હાલ ગોલ્ડી બરાર સહિત 10 આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું જણાવાયું છે.

જગ્ગૂ ભગવાનપુરિયાની અલગ સિન્ડિકેટ

જગ્ગૂ ભગવાનપુરિયા હાલમાં ભારતની જેલમાં બંધ છે. શરૂઆતમાં તે લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી હતો, પરંતુ બાદમાં બંને વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ જગ્ગૂનું પોતાનું અલગ આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે, જેમાં વિશ્વભરમાં 1,000થી વધુ સભ્યો હોવાનું માનવામાં આવે છે. માત્ર અમેરિકામાં જ તેના 100થી વધુ સાગરિતો સક્રિય હોવાનું અમેરિકી તપાસમાં જણાવાયું છે.

શું લોરેન્સ અને જગ્ગૂને અમેરિકા મોકલવામાં આવશે?

અમેરિકાના ન્યાય વિભાગે લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગૂ ભગવાનપુરિયાને તેમના-તેમના ગુનાહિત સિન્ડિકેટના મુખ્ય આરોપી તરીકે દર્શાવ્યા છે. તેમની સામે હત્યા, આંતરરાષ્ટ્રીય ખંડણી અને મોટા પાયે ડ્રગ્સ તસ્કરી જેવા ગંભીર આરોપો મૂકાયા હોવાથી અમેરિકા તેમના પ્રત્યાર્પણ માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

જો કે બંને હાલ ભારતની હાઇ-સિક્યોરિટી જેલોમાં બંધ છે અને તેમની સામે ભારતની તપાસ એજન્સીઓ, ખાસ કરીને NIAના કેસ ચાલી રહ્યા છે. તેથી અમેરિકા તરફથી પ્રત્યાર્પણની સત્તાવાર માંગ કરવામાં આવે તો પહેલા ભારતની અદાલતોમાં સંબંધિત તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ ભારત સરકાર ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ અને ભારતીય કાયદાઓના આધારે અંતિમ નિર્ણય લેશે કે બંને આરોપીઓને અમેરિકા સોંપવા કે નહીં.

ઇરાન સાથે સમજૂતી ખતમ, તેહરાન મને મારવા માંગે છે: ટ્રમ્પ

Follow Us
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ
અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ
g clip-path="url(#clip0_868_265)">