સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે યોજાશે સર્વદળીય બેઠક, PM નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતા

|

Nov 22, 2021 | 4:46 PM

કોવિડ-19 મહામારીને કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું. બજેટ સત્ર અને ચોમાસુ સત્ર પણ ટૂંકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)એ સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે.

સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે યોજાશે સર્વદળીય બેઠક, PM નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શક્યતા
File Photo

Follow us on

આગામી સોમવાર એટલે કે 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર (Winter session) શરૂ થવા જઈ રહ્યું છે. શિયાળુ સત્ર કોરોના ગાઈડલાઈન (Corona Guideline) અનુસરીને યોજવામાં આવશે. સમગ્ર સત્ર દરમિયાન લગભગ 20 બેઠક થશે. સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક (All-party meet) યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ ભાગ લઈ શકે છે.

 

આ વર્ષે યોજાનારુ શિયાળુ સત્ર ખૂબ જ મહત્વનું બની રહેશે કારણકે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા યોજવામાં આવી રહ્યું છે, જે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક પણ યોજાવાની છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

મહત્વનું છે કે કોવિડ-19 મહામારીને કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું. બજેટ સત્ર અને ચોમાસુ સત્ર પણ ટૂંકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)એ સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે.

 

લોકસભા સચિવાલયે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે “17મી લોકસભાનું સાતમું સત્ર 29 નવેમ્બર, 2021ના રોજ શરૂ થશે. સત્તાવાર વ્યવસાયની આવશ્યકતાઓને આધિન સત્ર 23 ડિસેમ્બર, 2021ના ​​રોજ સમાપ્ત થવાની સંભાવના છે. તે જ સમયે રાજ્યસભાએ પણ આવો જ આદેશ જાહેર કર્યો હતો.

 

કોરોના ગાઈડલાઈનનું થશે પાલન

સંસદના બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી એક સાથે ચાલશે અને સાંસદોએ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સત્ર એટલા માટે પણ મહત્વ ધરાવે છે કારણ કે તે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આયોજિત કરવામાં આવી રહ્યું છે, જે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

વિપક્ષ કેટલાક મુદ્દા ઉઠાવી શકે

વિરોધ પક્ષ શિયાળુ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ખાદ્યતેલના ભાવમાં વધારો, કાશ્મીરમાં સામાન્ય લોકો પર આતંકવાદી હુમલા, ખેડૂતોની હત્યા કરનાર લખીમપુર ખેરી હિંસા જેવા મુદ્દાઓ ઉઠાવીને સરકારને ઘેરી શકે છે. મહત્વનું છે કે સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષ દ્વારા હોબાળાથી પ્રભાવિત થયું હતું, જેમાં પેગાસસ જાસૂસી મુદ્દે અને ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા પર સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: વીરને વીર ચક્ર ! પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર કેપ્ટન અભિનંદનને વીર ચક્ર એનાયત,સોશિયલ મીડિયા પર #NationalHeros થયુ ટ્રેન્ડ

 

આ પણ વાંચો: આ ચોરને ધોળા દિવસે ચોરી કરવી પડી ભારે ! ચોરી પકડાઈ જતા જોયા જેવી થઈ, જુઓ Video

Next Article